ઓપરેશન ફ્લડ: રાતભર રેસ્ક્યુ કરી ફાયરે ઉગારી લીધા ૨૯ માણસોને, એકનું મોત, આવી છે દિલધડક કહાની

0
617

જામનગર : શહેરમાં ભારે વરસાદ અને નદીઓના પૂરોથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં ધસમસતા પાણી ફરી વળ્યાં હતા. આ પાણીના લીધે ફાયરના જવાનોએ ત્રણ થી ચાર રેસ્ક્યુ ઓપરેશનો હાથ ધરીને 29 માનવ જિંદગી બચાવી હતી.


જામનગર શહેરને આ વર્ષે મેઘરાજાએ ચોમાસા કરતા પણ વધુ ભાદરવા માસમા વધુ જોરદાર એન્ટ્રીથી નદીઓમાં ઘોડા પૂર આવ્યા હતા, એટલું જ નહીં જામનગરને પૂવાનું પાણી પૂરું પડતો રણજીતસાગર ડેમ ફરી ઓવરફ્લો થયો હતો. આ ઉપરાંત રંગમતી ડેમ પણ ઓવરફલો થતા ડેમોના પાણી શહેરની અનેક સોસાયટીમાં ઘુસ્યા હતા. જેમાં ખાસ કરીને વોર્ડ.6 માં આવેલા ગણપતનગર વિસ્તારમાં પાણી ફરી વળતા તેમાં 19 લોકો ફસાયા હતા. જે અંગે ફાયરને જાણ કરાતા ફાયરની ટિમ બોટ સાથે આવી પહોંચી હતી અને ઓપરેશન હાથ ધરી પાણીની વચ્ચે ફસાયેલી 19 માનવ જિંદગીને બચાવી લીધી હતી.
જામનગર શહેરમાં ખોજાગેઇટ, ધાંચીની ખડકી, ટીટોડીવાળી વિસ્તારમાં પાણીમાં ફસાયેલા છ લોકો ફસાયા હતા. એક તરફ પાણી વધતું જતું હતું બીજી તરફ લોકોમાં પણ ડર વધ્યો હતો ત્યારે ફાયરની ટીમે રેસ્ક્યુ કરવા માટે આવી પહોંચી હતી અને પાણીની વચ્ચે જીવના જોખમે છ માનવ જિંદગીને બચાવી લીધી હતી. આ ઉપરાંત ભીમવાસ વિસ્તારમાં શાળા નં.52 પાસે પુરના પાણીમાં એક વ્યક્તિ ફસાયો હતો, જેને ફાયરની ટીમે બચાવી લીધેલ હતો તેને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડેલ હતો.


તળાવના ઓવરફ્લોનું પાણી ગુરુદ્વારા વિસ્તારની સોસાયટીમાં ઘુસ્યું હતું. જેનાથી ગુરુદ્વારા વિસ્તારમાં પાણીના ભરાવા વચ્ચે 6 વ્યક્તિઓ ફસાયા હતા. જેને ફાયરની બોટ મારફતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને 6 ને વ્યક્તિઓને બચાવી લીધા હતા. આ છ વ્યક્તિઓ પોતાના ઘરમાં પાણીની અંદર ફસાયા હતાં. આ પાણી માં વધારો થતો જતો હતો ત્યારે ભગવાની જેમ ફાયરની રેસ્ક્યુ ટીમના જવાનો બોટ સાથે પહોંચ્યા હતા, તમામ પરિવારજનોને પાણીની વચ્ચેથી બચાવી લીધા હતા. જયારે સ્વામીનારાયણનગર વિસ્તાર પાસે વોકળામાં તણાઈ ગયેલ એક અજાણ્યા યુવાનનું તાબડતોબ રેસ્ક્યુ હાથ ધરાયું હતું પણ અંતે યુવાનનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here