જામનગર : રવિવારે ગ્રામ્ય વિસ્તારો પણ જળબંબાકાર, અઢી થી સાડા તેર ઇંચ વરસાદ

0
729

જામનગર : જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં બે દિવસથી સતત વરસાદી માહોલ યથાવત રહ્યો છે. શનિ અને રવિવારે બંને જીલ્લામાં મેઘરાજાએ રમઝટ બોલાવ્યા રવીવારે મોડી રાત્રે પણ અનરાધાર કૃપા વરસાવી છે. જીલ્લાના પાંચ તાલુકાઓના ગામડાઓમાં પોણા ત્રણ ઇંચથી માંડી દસ ઈચ વરસાદ થયો છે.

જામનગર જીલ્લામાં સોમવાર સવાર સુધીના ગાળામાં સાંબેલાધાર વરસાદ પડ્યો છે. સવારના છ વાગ્યા સુધીમાં જામનગરમાં આઠ ઇંચ વરસાદ પડ્યો છે. જયારે જામનગર તાલુકાના વસઈ ગામેં દસ ઇંચ, લાખાબાવળમાં પોણા સાત ઇંચ, મોટી બાણુંગારમાં સાડા ચાર, ફલ્લામાં પાંચ, જામવંથલીમાં છ ઇંચ, ધુતારપરમાં બે ઇંચ, અલીયામાં સાડા ચાર ઇંચ અને દરેડમાં સાડા સાત ઇંચ વરસાદ વરસ્યો હતો.

જયારે જોડિયા તાલુકાના હડીયાણા ગામે ત્રણ ઇંચ, બાલંભામાં ચાર ઇંચ, પીઠડ ગામે ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. જયારે ધ્રોલ તાલુકાના લતીપર ગામે બે ઇંચ, જાલીયા દેવાણી ગામે સાડા ચાર, લૈયારામાં પણ  સવા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હોવાના પીએચસીના આકડા નોંધાયા છે. જયારે કાલાવડ તાલુકાના નિકાવા ગામે ત્રણ, ખરેડીમાં સવા ત્રણ, અને ભલસાણ બેરાજા પાંચ ઇંચ તેમજ મોટા પાંચ દેવડા ગામે સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. જયારે જામ જોધપુર તાલુકાના સમાણા ગામે સાત ઇંચ અને શેઠ વડાળા ગામે પણ સાત ઇન્ચ, જામવાડી અને વાંસજાળિયામાં સાડા સાત ઇંચ, ધ્રાફા ગામે સાત ઇંચ  અને પરડવામાં નવ ઇંચ વરસાદ પડ્યો છે જયારે ધૂનડામાં સાડા આઠ  ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત લાલપુર તાલુકાના પીપરટોળા ગામે અઢી ઇંચ, પડાણામાં સાડા સાત ઇંચ, ભણગોર ગામે દસ ઇંચ અને મોટા ખડબામાં છ ઇંચ વરસાદ પડી ગયો હતો. જયારે મોડપરમાં આઠ અને ડબાસંગમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.

જયારે દેવભૂમિ દ્વારકા જીલ્લાની વાત કરવામાં આવે તો દ્વારકામાં છેલ્લા ચોવીસ કલાકમાં અઢીથી માંડી સાડા તેર ઇંચ અને ખંભાલીયામાં સાડા આંઠ અને કલ્યાણપુરમાં સાત ઇંચ  અને ભાણવડમાં સાડા સાત ઇંચ વરસાદ નોંધાયા છે.

જયારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની કરવામાં આવે તો ભાણવડ તાલુકાના વેરાડમાં પોણા અગ્યાર ઇંચ, પાછતરમાં સાડા ત્રણ , મોડપરમાં સાડા ચાર, મોરજરમાં નવ ઇંચ, ગુંદા ગામે પોણા ચાર ઇંચ વરસાદ પડ્યો છે.

જયારે દ્વારકા તાલુકાના સુરજ કરાડી ગામે એક ઇંચ,  ઓખામાં એક, વરવાળામાં સવા ઇંચ, ટુંપણી દોઢ અને ભાટીયામાં પોણા ત્રણ ઇચં, લાંબામાં સાડા પાંચ, રાણ ગામે છ ઇંચ, દેવળિયામાં અઢી ઇંચ, રાજપરામાં સાડા ત્રણ, ગઢકામાં સાડા છ ઇંચ, ભોગાતમાં સાડા છ,  પીંડારામાં પણ એટલો જ, જયારે મોટા આસોટા ગામે પાંચ ઈચ વરસાદ નોંધાયો છે.   

જયારે કલ્યાણપુર તાલુકાના ભાટિયામાં અડધો, લાંબામાં અડધો, રાણ ગામે દોઢ ઇંચ, દેવરિયા ગામે પોણા બે, રાજપરા અઢી, ગઢકા દોઢ, ભોગાત ત્રણ, પીન્ડારા ત્રણ, મોટા આશોટા ત્રણ ઇંચ વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયો છે. જયારે ખંભાલિયાના વડત્રામાં પાંચ ઇંચ, ભાડથરમાં ત્રણ, મોવાણમાં સાડા સાત ઇંચ, વચલા બારામાં ૧૪ ઇંચ , બજાણામાં એક, ભીંડામાં સાડા છ ઇંચ વરસાદ નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here