ઓખા: આવી online છેતરપીંડી તમારી સાથે પણ થઇ શકે છે

0
555

જામનગર: ઓખા મંડળમાં આરંભડા જીઆઈડીસી વિસ્તારમાં ગેરેજ ચલાવતા યુવાન સાથે ઓન લાઈન છેતરપીંડી થઇ છે. ક્રેડીટ કાર્ડનો પ્લાન બંધ થઇ જવાની બીક બતાવી, ઓટીપી મેળવી લઇ યુવાનના ખાતા માંથી સવા લાખ ઉપરાંત રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. પોલીસે અજ્ઞાત સખ્સ સુધી પહોચવા તપાસ હાથ ધરી છે.

કેવી રીતે થઇ છેતરપીંડી ???

આરંભડા ગામે રહેતા અને નવી જીઆઈડીસી ખાતે ગેરેજ ચલાવતા જિતેન્દ્રભાઇ ધનજીભાઇ પાણખાણીયા નામને ગત તા.૦૬/૦૬/૨૦૨૩ ના બપોરનાં ત્રણેક વાગ્યે પોતાના મોબાઈલ ફોન પર અજાણ્યા વ્યક્તિએ ૯૬૭૦૮ ૯૪૨૯૦ નંબર પરથી વોટ્સએપ કોલ કર્યો હતો. જેમાં અજાણ્યા યુવાને જીતેન્દ્રભાઈને કહ્યું હતું કે ‘પોતે કસ્ટમર કેરમાંથી બોલે છે, આવો વિશ્વાસ ઉભો કરી જીતેન્દ્રભાઈનું ક્રેડિટ કાર્ડમાં ચાલુ પ્રોટેક્શન પ્લાન બંધ કરાવવો હોય તો પ્રોસેસ કરવી પડશે. એમ કરી અજાણ્યા સખ્સે મોબાઇલમાં આવેલ ઓટીપી માંગયા હતા.

બે વખત ટ્રાંજેકશન કરી આચરી છેતરપીંડી

યુવાને જે તે સખ્સના જાસામાં આવી જઈ, ઓટીપી આપી દીધા હતા. ત્યારબાદ યુવાનના ક્રેડિટ કાર્ડમાંથી રૂ.૯૯,૦૦૦ તથા રૂ.૩૦,૦૦૦ની રકમના બે ટ્રાન્જેક્શન એમ કુલ રૂ.૧,૨૯,૦૦૦ થયા હતા. જે નાણા VASI GATEWAYS PRIVATE મારફત ઉપાડી લેવામાં આવ્યા હતા. આમ યુવાન સાથે અજાણ્યા સખ્સે છેતરપીંડી કરી હતી. આ બાબતે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ઓન લાઈન છેતરપીંડીથી બચવા આટલું કરો

કોઈ પણ વ્યક્તિ વોટ્સએપ કોલ કરે તો કોલ રીસીવ કરવાનું ટાળો, કારણ કે હજુ સુધી વોટ્સએપ કોલ ટ્રેક કરવો તપાસ એજન્સીઓ માટે પણ મુસ્કેલ છે. બીજું અન્ય કોલ કે મેસેજ પર કોઈ વ્યક્તિને બેંક અથવા ઓન લાઈન આર્થિક વ્યવહારની સુવિધા પૂરી પડતી કંપની ક્યારેય કોઈ વ્યક્તિ પાસેથી ઓટીપી માંગતી નથી. એટલે કોઈ પણ વ્યક્તિ ગમે તેવી લાલચ કે બીક બતાવે તો પણ કોઈએ પોતાનો ઓટીપી આપવો નહી,

ઓનલાઈન ચીટીંગ થાય તો તુરંત આટલું કરો

જયારે પણ તમારી જાણ બહાર તમારા બેંક એકાઉન્ટમાંથી આર્થિક વ્યવહાર થયો હોય ત્યારે તુરંત જ તમે બેંકના કસ્ટમર કેરનો સંપર્ક કરો, ત્યારબાદ નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો તુરંત સંપર્ક કરી શકો, જેથી તમારા ખાતામાંથી થયેલ આર્થિક વ્યવહાર રદ કરી શકાય અને અન્ય ખાતામાં જમા થયેલ રકમ કાનૂની પ્રક્રિયા બાદ પૂર્ણ રીતે પરત મેળવી શકાય, પણ આ પ્રક્રિયા ટાળવા સરળ રસ્તો એ છે કે કોઈ વ્યક્તિને પાસવર્ડ કે ઓટીપી આપવો જોઈએ નહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here