હવે ચેતજો, માસ્ક વગર નીકળ્યા છો તો આટલો થશે દંડ

0
604

જામનગર : જામનગરમાં કોરોના વાયરસ સંક્રમિત થતો રોકવા માટે વહીવટી પ્રસાસન એડીચોટીનું જોર લગાવી રહી છે. આરોગ્યમાં ખૂટતી વ્યવસ્થાઓ ઉભી કરવા આરોગ્ય તંત્ર રાતદિવસ એક કરી રહ્યું છે ત્યારે લોકલ સંક્રમણને રોકવા તંત્ર દ્વારા વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે એવી ચેતવણી ચાર દિવસ પૂર્વે જ જામનગર અપડેટ્સ દ્વારા આપવામાં આવી હતી.

લોકલ સંક્રમણને નાથવા માટે જાહેરમાં નીકળેલ માસ્ક વગરના નાગરિકો પર રૂપિયા ૨૦૦ની જગ્યાએ રૂપિયા ૫૦૦ના દંડની જોગવાઈ કરી છે. મહાનગરપાલિકાના કમિશ્નર સતીશ પટેલે આજે સાંજે દંડાત્મક વધારા સબંધિત જાહેરનામું બહાર પાડ્યુ છે જેમાં શહેરના તમામ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. આગામી બીજો ઓર્ડર ન થાય ત્યા સુધી આ જાહેરનામું અમલમાં રહેશે એમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. એટલે આજે સાંજે છ વાગ્યાથી જ બહાર નીકળતા નાગરિકો માસ્ક સાથે જ બહાર નીકળે એવી જામનગર અપડેટ્સ તરફથી પણ તમામ જનતાને અપીલ કરવામાં આવે છે. અન્યથા રૂપિયા ૫૦૦નો દંડ થશે. બીજી વાર આવું કર્યું તો રૂપિયા ૭૫૦ દંડની જોગવાઈ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here