સચિન કે કોહલી નહીં, જાડેજા છે ૨૧મી સદીનો મોસ્ટ વેલ્યુએબલ ટેસ્ટ પ્લેયર

0
1272

મુંબઇ : ક્રિકેટમાં વિઝડનનું નામ ગર્વ સાથે લેવામાં આવે છે. ફ્રન્ટ પેજ પર જે ક્રિકેટરની તસ્વીર છપાય એ ક્રિકેટર પોતાના અહોભાગ્ય સમજે છે. આ જ વિઝડને ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને દેશનો ‘મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર’ (એમવીપી) તરીકેની દરરજો આપ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમમાં જાડેજાનું યોગદાન બોલ, બેટ અને ફિલ્ડિંગથી નોંધપાત્ર રહ્યું છે. વિઝડને ક્રિકવિઝ નામના ટૂલનો ઉપયોગ તેના પ્રદર્શનનું વિશ્લેષણ કર્યું હતું.

જાડેજાની એમવીપી રેટિંગ ૯૭.૩ છે જે આશ્ચર્યજનક હતી. આ રેટિંગ શ્રીલંકાના મુથૈયા મુરલીધરનથી બીજા ક્રમે હતી. જાડેજાની આ ઉપલબ્ધીને કારણે જ તેઓને ૨૧મી સદીના બીજા ક્રમના સૌથી મૂલ્યવાન ટેસ્ટ ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવી છે.
ફ્રેડ્ડી વાઇલ્ડ ક્રિકવિઝના ફ્રેડી વાઈલ્ડએ વિઝડનને કહ્યું કે, “ભારતના સ્પિન બોલર રવિન્દ્ર જાડેજાને જોતા આશ્ચર્ય થશે, તે ભારતનો નંબર વન ખેલાડી છે.” છતાં તેની પસંદગી આપોઆપ કરવામાં આવતી નથી. પરંતુ જ્યારે જાડેજા રમે છે, ત્યારે તે ફ્રન્ટલાઈન બોલર તરીકે પસંદ કરવામાં આવે છે અને નંબર 6 તરીકે ટોચના ક્રમે બેટિંગ કરે છે. જાડેજાનું દરેક મેચમાં ઘણું યોગદાન છે. જેમાં બોલિંગ, બેટિંગ અને ફિલ્ડીંગની સમાવેશ થાય છે.

ફ્રેડીના જણાવ્યા અનુસાર ૩૧ વર્ષીય જાડેજાની બોલિંગ સરેરાશ ૧૦.૬૨ છે, જે શેન વોર્ન કરતા વધુ સારી છે અને તેની બેટિંગ સરેરાશ ૩૫.૨૬ છે. જે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોટસન કરતા સારી છે. જાડેજાની બેટિંગ અને બોલિંગનો સરેરાશ તફાવત ૧૦.૬૨ રન છે, જે કોઈપણ ખેલાડી કરતા આ સદીનો બીજો સર્વશ્રેષ્ઠ સ્કોર છે, જેમાં તેણે 1000 થી વધુ રન બનાવ્યા છે અને 150 વિકેટ લીધી હતી. ફ્રેડ્ડીએ વધુમાં જણાવ્યું હતું કે તે ટોપ ક્લાસ ઓલરાઉન્ડર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here