જામનગર માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે નવા ચહેરા, ઘીના ઠામમાં ઘી

0
1025

જામનગર અપડેટ્સ : જામનગર માર્કેટીંગ યાર્ડ ખાતે આગામી બીજી ટર્મમાં ચેરમેન તરીકે સહકારી ક્ષેત્રના ચાણકય એવા પ્રવિણસિંહ ઝાલા અને વાઇસ ચેરમેન તરીકે જમનભાઇ ભંડેરીની બિન હરીફ વરણી થવા પામી છે.

જામનગર માર્કેટીંગ યાર્ડ ખાતે આજે બીજી ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટેની ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જામનગર યાર્ડના ચેરમેન પદે ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ અને વાઇસ ચેરમેન પદે ધીરૂભાઇ કારીયાની મુદ્દત પુર્ણ થઇ છે. જેને લઈને જાહેરનામા બાદ આજે યાર્ડના નવા ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચુંટણી યોજાઈ હતી. જેમાં આગામી અઢી વર્ષ માટે ચેરમેન તરીકે સિનિયર સદસ્ય પ્રવિણસિંહ ઝાલા બીનહરીફ પસંદગી થઈ હતી. જ્યારે વાઇસ ચેરમેન તરીકે પદની ચુંટણીમાં જમનભાઇ ભંડેરી બીનહરીફ જાહેર થયા હતા.બંને હોદ્દેદારોને રાજ્યના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય રાઘવજી પટેલ સહિતનાઓએ શુભેચ્છા પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here