મારો પતિ જામનગર ગયો છે, એકલો આવી જા, યુવતીની ફિલ્મી સ્ટાઇલથી હની ટ્રેપ

0
2510

ફિલ્મી પ્લોટને ઝાંખી પાડે તેવી હની ટ્રેપ રાજકોટમાં રમાઈ ગઈ, ત્રણ વર્ષ પૂર્વે લીમડી પંથકમાંથી સ્ટોરીના બીજ રોપાયા બાદ લાંબા સમયે યુવાનને રાજકોટ બોલાવી બે યુવતીઓ અને યુવતીના પતિ સહિતના પોલીસકર્મીઓના રોલમાં રહેલ ત્રણ શખ્સોએ પ્રિ પ્લાનથી લીંબડીના યુવાનને રાજકોટ બોલાવી બે મોબાઈલ અને 45 હજાર ઉપરાંતની રોકડ રકમ પડાવી લઈ હની ટ્રેપ આચરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

આજે મારો પતિ ઘરે નથી, તેઓ જામનગર ગયા છે. રાતે પણ નહીં આવે, તું એકલો આવી જા રાજકોટ, પ્રેમથી મધમધતા આ શબ્દો છે રાજકોટની એક યુવતીના કે જેના લીંબડીના ‘પરિચિત’ મિત્ર ને ફોન કરી કહ્યા હતા. સુરેન્દ્રનગરના લીંબડીના ખંભલાવ ખાતે ત્રણ વર્ષ પૂર્વે એક પેઢીમાં મેતાજી તરીકે કામ કરતા યુવકને હોટેલમાં રહેતા દંપતી સાથે પરિચય થયો, આ સંબંધ દંપતિમાંથી વિખૂટો પડી યુવતી સાથે ગાઢ બન્યો.

પણ સમય જતાં તે દંપતી રાજકોટ આવી ગયું, પણ યુવકને પરિણીતા સાથે સબંધ વધુ ગાઢ બન્યા, આ એક એવો સબંધ બંધાવવા જઇ રહયો હતો જે નોકરિયાત યુવાનને સપનેય ખ્યાલ ન હતો કે સબંધ હની ટ્રેપમાં પરિવર્તન પામશે. પણ થયું એવું કે તાજેતરમાં પરિણીતા ફોન કરી યુવાનને ઉપરોક્ત પ્રેમાલાપ ભર્યા શબ્દો કહી રાજકોટ આવવા આમંત્રણ આપ્યું હતું.

લીંબડીના ખંભલાવ ગામનો ભોગગ્રસ્ત યુવાન ભરત સવજીભાઈ કાલીયાએ રાજકોટ ન જોયું હોવાથી ગ્રીન લેન્ડ ચોકડી આવી ફોન કરવા પરિણીતા પૂજા ગોપીયાણીએ કહ્યું હતું. જેને લઈને તા.૧૭મીના રોજ યુવાન લીંબડીથી કાર લઇ, રાજકોટ આવી ગયો હતો અને ગ્રીનલેન્ડ ચોકડીથી તેણીને ફોન કરી બોલાવી હતી. જ્યાં પૂજા પોતાની જાનકી નામની અન્ય યુવતી સાથે આવી પહોચી હતી. કારમાં થોડી વાર વાતચીત કર્યા બાદ ચોટીલાનો હોટેલમાં રાતવાસો કરવાનો પ્લાન કર્યો હતો. જેને લઈને ત્રણેય કાર લઇ ચોટીલા તરફ રવાના થઇ ગયા હતા. રસ્તામાં બેટી પુલ પાસે સાથે આવેલ જાનકીએ વોશરૂમ જવાના બહાને કાર ઉભી રખાવી હતી. કારમાંથી જાનકી ઉતરતા જ પાછળથી એક કાર આવી આગળ ઉભી રહી ગઈ હતી. જેમાંથી ઉતરેલ ત્રણ સખ્સ પૈકીના એક સખ્સે પોતાની ઓળખ રાહુલ નિમાવત તરીકેની આપી, અન્ય બે સખ્સો જીતુદાન અને જયદીપની ઓળખ પોલીસકર્મી તરીકેની આપી હતી. આ ત્રણેય સખ્સોને પરાણે કારમાં બેસાડી સમગ્ર પ્રકરણ રફેદફે કરવા દોઢ લાખ માંગ્યા હતા, પરંતુ રકજકના અંતે રૂપિયા ૫૦ હજાર આપી દેવા કહ્યું હતું. પરંતુ યુવાનના ખિસ્સામાંથી સાડા આઠ હજાર નીકળતા, આ રોકડ અને બે મોબાઈલ હાથવગા કરી લઇ ત્રણેય સખ્સોએ યુવાનને સાથે રાખી રાજકોટ લઇ આવ્યા હતા. જ્યાં ગ્રીન લેન્ડ ચોકડી પાસે યુવાન પાસેથી એટીએમ આંચકી, રૂપિયા ૩૭ હજારનો  રોકડ ઉપાડી લીધી હતી. બંને મોબાઈલ તપાસના કામે રાખીએ છીએ, બે ત્રણ દિવસમાં લીંબડી મોકલાવી દેશું એમ કહી ત્રણેય સખ્સોએ કહી યુવાનને લીંબડી તરફ રવાના કર્યો હતો. જો કે મોબાઈલ પરત નહી મળતા રાજકોટ આવી યુવાને તપાસ કરાવતા પોતે હનીટ્રેપનો  ભોગ બની રહ્યા હોવાની જાણ થતા એરપોર્ટ પોલીસચોકીમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે ત્રણેય આરોપીઓ અને યુવતીઓના સગલ મેળવવા પ્રયાસ શરુ કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here