પ્રેરણા : આ નાગરિકોએ વૃક્ષો વાવ્યા જ નથી, ઉછેરવાની જવાબદારી પણ લીધી

0
244

જામનગર અપડેટ્સ : 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ના ઉપક્રમે 6 જૂન 2021 ના રોજ 1993 ડીસીસી સ્કૂલ બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ગ્રુપ તથા મીનાક્ષી સ્કૂલ, જામનગર સ્ટાફ મિત્રો ના સંયુક્ત ઉપક્રમે ગંગાવાવ સ્થિત શ્રીજી સ્કુલ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો હતો. પર્યાવરણને કુદરતી રીતે ઓક્સિજનથી સમૃદ્ધ કરવાની જાગૃતતા વધારવાનો સંદેશ આવનાર પેઢીના બાળકોને મળે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું સંચાલન શહેરના ફિલ્મસર્જક અને પર્યાવરણ પ્રેમી સચિન માંકડ તથા મીનાક્ષી સ્કૂલ ના સંચાલક લલીતભાઈ દ્વારા કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં ડીસીસી સ્કૂલના નામાંકિત અને થયેલ સફળ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ડીવાયએસપી સમીર સારડા, દર્શન ઠક્કર, ડોક્ટર નિલેશ ગઢવી, ડોક્ટર મૌલિક શાહ, ડોક્ટર ભરત કટારમલ, ડોક્ટર ધવલ મહેતા, દીપેશ ભરાડ, ચેતન બકરાણીયા, આશિષ બકરાણીયા, અનિલ તેલરામણી, રાહુલ, સૂર્યકાંત, ગૌતમ, જયેશ, કાર્તિક, ધીમંત, હિમાંશુ, મિતેશ તથા મીનાક્ષી સ્કૂલ ના શિક્ષકો અને સ્ટાફ ઉત્સાહથી ઉપસ્થિત રહ્યો હતો. મિત્રોએ જાતે ખાડો ખોદીને વૃક્ષોને યોગ્ય સ્થાને વાવવાનો સંતોષ અને આનંદ મેળવ્યો હતો.

કેટલાક મિત્રો પોતાના બાળકોને પણ સાથે લાવ્યા હતા જેથી એમનામાં પણ પર્યાવરણ પ્રેમ જાગૃત થાય. મિત્રોએ નક્કી કર્યું છે કે તેઓ આ વૃક્ષોની માવજત માટે આ જગ્યાની મુલાકાત અવારનવાર લેતા રહેશે.“જમાનો ભલે ખરાબ છે, પણ બેસ્ટ અમારા યાર છે, ચમકે નહિ એટલું જ, બાકી તો બધાંજ સ્ટાર છે.” જ્યારે આપણે એક વૃક્ષ કાપીએ છીએ ત્યારે સમજી લ્યો કે એક ઓક્સિજન સિલિન્ડર કાપી નાખીએ છીએ. હજી મોડું થયું નથી આવો આજથી જ શરૂઆત કરીએ. વૃક્ષારોપણને એક તહેવારની જેમ જ ઊજવીએ આ સંદેશ બધાં સ્કૂલના મિત્રોએ મળીને એક સ્વરે આપ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રીજી સ્કુલ ના અશ્વિનભાઈ, ચિરાગભાઈ તથા ફોરેસ્ટ વિભાગનો સહયોગ મળેલ અને તેમણે આ વૃક્ષોની કાયમી સારસંભાળ લેવાની માટેનો ઉત્સાહ દર્શાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here