જેના થકી દેહ મળ્યો એ જનેતાને કપાતરે પરધામ પહોચાડ્યા

0
648

રાજકોટ : શહેરના જામનગર હાઇવે ઉપર આવેલ ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટરમાં રહેતા શેઠાણીબેન ઉપેન્દ્રભાઈ રાઠોડ નામના 55 વર્ષીય મારવાડી મહિલાને તેના જ પુત્ર પ્રકાશે માથામાં ધોકો ફટકારી ગંભીર ઇજા કરતા તેઓને હોસ્પિટલે ખસેડયા હતા પરંતુ સારવાર મળે તે પૂર્વે જ તેઓનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. કાઈ કામધંધો ન કરતા દીકરાને માતા કામ કરવાનું કહેતા હતા જેને  લઈને બંને વચ્ચે સમયાન્તરે ઝઘડાઓ થતા આવતા હતા. ગઈ કાલે રાત્રે પણ આ જ બાબતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં આરોપી દીકરા પ્રકાશ ઉપેન્દ્રભાઈ રાઠોડે પોતાની મા શેઠાણીબેન પર હુમલો કરી માથામાં લાકડાના ઘા મારી હત્યા નીપજાવી હતી. કપાતર પુત્રના તેની માતાએ લગ્ન પણ કરાવી આપ્યા હતા પરંતુ બેકાર અને રખડતા પુત્રના પત્ની સાથે સબંધ બગડી જતા ઘણા સમય પહેલા છૂટાછેડા થઇ ગયા હતા. પોલીસે આરોપીને દબોચી લીધો છે. પુત્રએ હત્યાની કબુલાત આપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here