મોરબી : સગાઇ પ્રસંગમાં જતી કાર કેનાલમાં ખાબકી, આહીર પરિવારના દંપતીનું મોત

0
1675

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના જુના અને નવા ઘાટીલા વચ્ચે આવેલ મંદરકી ગામ નજીક નાલા પાસે આજે વહેલી સવારે એક કાર કેનાલમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર દંપતિના કમકમાટીભર્યા મૃત્યુ નીપજયા છે. મૃતક દંપતીના દસ માસ પૂર્વે જ લગ્ન થયા હતા. પરિવાર સાથે દંપતી સગાઇ કરવા જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

કમકમાટીભર્યા બનાવની વિગત મુજબ, મોરબી જીલ્લાના હળવદ તાલુકાના આજે વહેલી સવાર જુના અને નવા ઘાટીલા પાસેથી મંદરકી ગામના નાલા પાસે કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર નર્મદા કેનાલમાં ખાબકી હતી. આ અકસ્માતમાં હળવદ તાલુકાના અજીતગઢ ગામે રહેતા રાહુલભાઈ પ્રવીણભાઈ ડાંગર (ઉ.વ 22) અને તેમના પત્ની મિતલબેન રાહુલભાઈ આહીરના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા.

બંને આજે સવારના અજીતગઢ ગામેથી માળિયા તરફ સગાઈ પ્રસંગમાં હાજરી આપવા જતા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જો કે લાંબી શોધખોળ બાદ  કેનાલમાંથી મિતલબેનનો મૃતદેહ મળી આવતા તેને બહાર  કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ રાહુલભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવના પગલે આહીર પરિવાર સહિત અજીતગઢ ગામે શોકનું મોજું પ્રશરી ગયું હતું. બંને હતભાગીઓના દસ માસ પૂર્વે જ લગ્ન થયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સ્થળ પર પહોચી બંને મૃતદેહનો કબજો સંભાળી માળિયા રેફરલ હોસ્પીટલ ખાતે પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here