જામનગર: વધુ બે સખ્સોને એટીએસ ઉઠાવી ગઈ, ડ્રગ્સ પ્રકરણમાં સંડોવણી ખુલી

0
1262

સૌરાષ્ટ્રમાં પકડાયેલ બારસો કરોડના ડ્રગ્સ પ્રકરણમાં વધુ સળવળાટ થયો છે. ગઈ કાલે અમદાવાદથી આવેલ એટીએસની ટીમ બેડેશ્વર વિસ્તારમાં રહેતા બે સખ્સોને ઉઠાવી પરત ફરી છે. મોરબી ડ્રગ્સ પ્રકરણમાં બંનેની સંકાસ્પદ ભૂમિકા હોવાની ચર્ચાઓ વચ્ચે એટીએસની કાર્યવાહી વધુ  ખુલાસા કરશે એવો અંદેશો સુત્રોએ વ્યક્ત કર્યો છે. જો કે આ કાર્યવાહી અંગે એટીએસ દ્વારા કોઈ સતાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. પરતું લાંબા સમય બાદ ડ્રગ્સ પ્રકરણમાં વધુ ખૂલાસા થવાના આસાર સર્જાયા છે.

દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લામાંથી મળી આવેલ બારસો કરોડના ડ્રગ્સ પ્રકરણમાં લાંબા સમય બાદ એટીએસની  ગતિવિધિ સામે આવી છે. ગઈ કાલે અમદાવાદથી એક ટીમ જામનગર આવી પહોચી હતી. સ્થાનિક પોલીસની મદદથી બેડેશ્વર વિસ્તારમાં એટીએસની ટીમે ગરીબનગર અને બેડીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં હાસમ પઠાણ અને અલ્બાઝ રાવ નામની બે સખ્સોને ઉઠાવી લેવામાં આવ્યા હતા. બંને સખ્સોને પકડી પાડી એટીએસ અમદાવાદ લઇ ગઈ છે. બંને સખ્સોની મોરબીના ઝાંઝરડા ગામના સાડા ત્રણસો કરોડના ડ્રગ્સ પ્રકરણમાં સંડોવણી ખુલવા પામી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું  છે. માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ બંને સખ્સો કઈ રીતે આ પ્રકરણમાં મદદગારી કરી છે ? તેઓની પાસેથી ડ્રગ્સનો જથ્થો મળ્યો છે કે કેમ ? સહિતની વિગતો બહાર આવી નથી. પરંતુ બંને સખ્સોની મોરબી ડ્રગ્સ પ્રકરણમાં સંડોવણી  ખુલવા પામી હોવાની વિગતો સામે આવી છે. આ બાબતે એટીએસનો સંપર્ક સાધતા તેઓએ બંને સખ્સોની પૂછપરછ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. પરંતુ કેવી રીતે સંડોવણી છે તે બાબત સ્પસ્ટ કરી નથી. ઉલ્લેખનીય છે કે મોરબી ડ્રગ્સ પ્રકરણમાં જોડિયાના પિતા-પુત્ર અને સલાયાના એક સખ્સની સંડોવણી બહાર આવ્યા બાદ સચાણામાં એટીએસ દ્વારા બોટ કબજે કરવામાં આવી હતી. આ ઉપરાંત બેડીબંદર નજીકથી ખાડી વિસ્તારમાં બાવળની જાળીઓમાં ખાડો ખોદી સંતાડવામાં આવેલ બે કિલો ડ્રગ્સ પણ કબજે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જામનગરના વધુ બે સખ્સોની સંડોવણી સામે આવતા હાલ આ પ્રકરણ તાજું થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here