જામનગર તાલુકામાં મેઘરાજાની જમાવટ, જામવંથલીમાં સાંબેલાધાર છ ઇંચ વરસાદ

0
549

જામનગર જીલ્લામાં ગઈ કાલે મેઘરાજાની સવારી ફરી આવી પહોચતા ખેડૂત સહીત તમામ વર્ગ જુમી ઉઠ્યો હતો. ગઈ કાલે બપોર બાદ મેઘરાજાએ જામનગર પંથકને મુકામ બનાવી જામનગર-કાલાવડ વચ્ચેના પંથકમાં ભુક્કા બોલાવ્યા હતા. જામનગર તાલુકાના ગ્રામ્યમાં એકથી છ  ઇંચ વરસાદ વરસી ગયો છે. જયારે જામજોધપુર અને ધ્રોલ સહીત અન્ય તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે.

વાવાજોડાની દહેશત વચ્ચે જામનગર જીલ્લામાં થયેલ સચરાચર વરસાદ બાદ મેઘરાજાની બીજી વખત પધરામણી થઇ છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર સહીત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે ગઈ કાલે જીલ્લાના જામનગર તાલુકામાં ભારે વરસાદ પડ્યો હતો. જેમાં

જામનગર તાલુકાના વસઈ ગામે બે મીમી, લાખાબાવળ ગામે ૧૦મીમી, મોટી બાણુગાર ગામે ૨૧ મીમી, ફલ્લા ગામે ૩૪ મીમી, જામ વંથલી ગામે મેઘરાજાએ મુકામ બનાવી દેતા જમજમ ૧૫૦ મીમી વરસાદ પડ્યો હતો. જેને લઈને કંકાવટી નદી બે કાઠે થઇ હતી. જયારે મોટી ભલસાણ ગામે ૭૪ મીમી. અલીયાબાડા ગામે ૩૧ મીમી, દરેડ ગામે ૨૦ મીમી વરસાદ પડ્યો હતો.

જયારે જોડિયા તાલુકાના હડીયાણા ગામે, બાલંભા ગામે, પીઠળ ગામે વરસાદ નોંધાયો નથી. જો કે તાલુકાના અન્ય ગામડાઓમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.

જયારે ધ્રોલ તાલુકાના લતીપુર ગામે માત્ર છાટા પડ્યા હતા. જયારે જાલીયા દેવાણી ગામે ૯૮ મીમી વરસાદ વરસી ગયો હતો. તો તાલુકાના લૈયારા ગામે ૨૮ મીમી વરસાદ વરસ્યો હતો.

જયારે કાલાવડ તાલુકાના નિકાવા ગામે, ખરેડી ગામે, મોટા વડાળા ગામે, ભેરાજા ગામે, નવાગામ ગામે, મોટા પાંચદેવડા ગામે માત્ર છૂટો છવાયો વરસ્યો હતો.

જયારે જામજોધપુર તાલુકાના સમાણા, શેઠ વડાળા, જામવાડી, વાંસજાળીયા, ધુનડા, ધ્રાફા અને પરડવા સહિતના ગામોમાં પણ છૂટો છવાયો વરસ્યો હતો.

જયારે લાલપુર તાલુકાના પીપરટોળા ગામે ૨૫ મીમી, પડાણા, ભણગોર, મોટા ખડબા, મોડપર ગામમાં ઝાપટા પડ્યા હતા. જયારે હરિપર ગામે ૨૫ મીમી વરસાદ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here