માઠી : જામનગર જિલ્લામાં ત્રીજી વાર માવઠાની મહાવ્યથા, ખેતીવાડી શાખા કહે છે કે…

0
270

જામનગરમાં આજે મોડી રાતથી કમોસમી વરસાદ પડવો શરુ થયો છે. ગઈ કાલે સાંજે જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદે વ્યાપક માઠી અસર ઉભી કરી છે. જામજોધપુર અને લાલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અડધોથી એક ઇંચ વરસાદ પડી જતા શિયાળુ પાકને વિપરીત અસર થઇ છે.  

જામનગર સહિત સૌરાષ્ટ્રમાં ૬ અને ૭ જાન્યુઆરીએ વાદળછાંયા વાતાવરણ સાથે હળવો કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગે કરી છે. જે મુજબ જામનગર જીલ્લામાં ગઈ કાલથી જ માહોલ બદલાયો છે. ગઈ કાલે સમગ્ર દિવસ વાદળછાયું વાતવરણર રહ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં સાંજે પડેલા કમોસમી વરસાદે જીરું, ચણા સહિતના પાકમાં વ્યાપક નુકસાની પહોચાડી છે. આજ વહેલી સવારથી જ જીલ્લાભરમાં છુટા છવાયા છાતા વર્ષી રહ્યા છે. આ માહોલ આવતી કાલ સુધી અવિરત રહેશે, ગઈ કાલે જામજોધપુરના ગોપ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અડધા થી પોણા ઇંચ વરસાદના અહેવાલ સાંપડ્યા છે. ત્યારે જીરૂ, ધાણા, રાઈ, ચણા, શાકભાજી પાકમાં રોગ જીવાતનો ખતરો ઉભો થવાની શક્યતા છે, વાદળછાંયા વાતાવરણને ધ્યાને લઈ હાલમાં ખેતરમાં ઉભા પાક જેવા કે દિવેલા, કપાસ, રાઈ, જીરૂ, ચણા, શાકભાજી વગેરે પાકમાં ખેડુતોએ સાવચેતી અને સલામતીના પગલાં લઈ ખેતીપાકોમાં જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક છે. જેમાં વીણી કરેલા શાકભાજી કે કાપણી કરેલ પાક હોય તો વરસાદથી પાક ભિંજાય નહી તે માટે કાપણી કરેલ તૈયાર પાક ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા કાળજી લેવા ખેતીવાડી તંત્ર દ્વારા નિર્દેશ કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here