દિવસે લગ્ન લખાયા ને રાત્રે મંગેતરને મોતને ઘાટ ઉતરતો યુવાન, કારણ છે ચોકાવનારું

0
810

જામનગર અપડેટ્સ : પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના રાયસિંગપુરા ગામે બે દિવસ પૂર્વે થયેલ યુવતીની હત્યા પ્રકરણનો ભેદ ઉકેલાઈ ગયો છે. યુવતીના મંગેતરે જ યુવતીને રાત્રે મળવા બોલાવી છરીના પ્રહારો કરી ઢીમ ઢાળી દીધું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

ગોધરા તાલુકાના રાયસિંગપુરા ગામે બે દિવસ પૂર્વે  ભુમીકા વિક્રમસિંહ રાઠોડ ઉવ ૧૯ નામની અપરણિત યુવતીની રાત્રે કરપીણ હત્યા નીપજાવવામાં આવી હતી. કાકા અને ભાઈ સાથે રહેતી મૃતક યુવતીની સગાઇ ઘોઘંબાના યુવક જનકસિંહ સાથે થઇ હતી. જે દિવસે હત્યા તે જ દિવસે યુવતીનું લગ્ન લાખાયું હતું અને આગામી તા.૨૩મીના રોજ લગ્ન પણ નિરધાર્યા હતા. ગુરુવારે રાત્રે મૃતક ભૂમિકા અને તેના મંગેતર જોડે લાંબો સમય ફોન પર વાત થઈ હતી. યુવતી વાત કરતી કરતી ઘર બહાર નીકળી હતી. દરમિયાન રાત્રે બારેક વાગ્યે ભૂમિકાનો ભાઈ નોકરી પરથી આવ્યો અને તપાસ કરી તો બેનનો મૃતદેહ ઘર નજીક અવાવરું જગ્યા માંથી મળી આવ્યો હતો. તીક્ષ્ણ હથિયારના ઘા ફટકારી હત્યા નીપજાવવામાં આવી હોવું સામે આવતા પોલીસે હત્યારા સુધી પહોચવા મથામણ શરુ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન મૃતકના મંગેતર સામે શંકા ઉચ્ચારવામાં આવી હતી. પોલીસે તેણીના મંગેતર જનકની આડકતરી પૂછપરછ કરતા આ બનાવનો ભેદ ઉકેલાઈ ગયો હતો જેમાં ફોન પર વાત કરતા આરોપી મંગેતરે તેણીને ઘર બહાર નીકળી મળવા બોલાવી હતી. તેણીની ઘર બહાર નીકળી આરોપીને મળી હતી જ્યાં આરોપી અને યુવતી વચ્ચે સોનાના દાગીના,મોબાઈલ ફોન વિગેરે ચીજવસ્તુઓની માંગણી મુદ્દે શાબ્દિક બબાલ થઈ હતી. યુવતીને ખેતરમાં બોલાવી જનકે સમજાવટ કર્યા બાદ શારીરિક સંબંધ બાંધવા પ્રયાસ કરતાં જ મામલો બીચકયો હતો. જેમાં ઉસ્કેરાઈ ગયેલ મંગેતરે ભૂમિકા પર છરી વડે હુમલો કરી હત્યા નીપજાવી નાશી ગયો હતો. આરોપીએ કરેલ કબુલાતના આધારે પોલીસે તેની વિધિવત ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here