કાર ભાડે આપતા પૂર્વે ખાતરી કરી લેજો, નહિતર થશે આવી હાલત

0
468

શું તમે કાર ધરાવો છો ? કોઈ તમને ઉંચી રકમનો વાયદો આપી કાર ભાડે રાખવાનો જાસો આપે છે ? જો હા તો તમે એ જાસામાં આવતા નહીં. તમામ વિગતોની ખરાઈ કર્યા બાદ જ કાર ભાડે આપવી, નહીંતર જામનગરના 17 કાર માલિકો સાથે થયેલ છેતરપિંડી જેવી જ છેતરપિંડી તમારી સાથે થઈ શકે છે. બે શખ્સો કેવી રીતે કાર માલિકોને જાસામાં ફસાવતા અને જાસામાં ફસાવ્યા બાદ કારનું શું કરતા? આવો જાણીએ આ અહેવાલમાં

જામનગરમાં વામે આવાસની સામે રહેતા બે શખ્સોના દિમાગમાં પૈસા કમાવાનો શોર્ટકટ આઈડિયા આવ્યો, રામભાઈ વેરશીભાઈ કારીયા અને અશોક ઉર્ફેભાઈ કાર્યા નામના બે શખ્સોએ માયાજાળ બિછાવી પોતાને પવનચક્કી ના કામ માટે કારની જરૂરિયાત હોવા ની જાહેરાતો કરી હતી પવનચક્કીની સાથે રેલવેમાં ગાડીઓ રાખવાની પણ આ બંને સક્ષોએ અનેક લોકોને લાલચ આપી હતી માસિક તગડી રકમ આપવાનો વાયદો કરી આ બંને શકશો શહેર અને શહેર બહારના લોકો પાસેથી પોતાની કાર કરાર કરી ભાડા પેટે લેતા હતા.

આવી જ રીતના આ બંનેએ જામનગર શહેરમાંથી તેમજ શહેર બહારથી સાત ઇકો કાર, પાંચ સ્વીફ્ટ કાર તેમજ એક-એક ટેલેન્ટ્રા, ટાટા સ્કોડા, વરના, xuv 500 અને i20 સહિત કુલ 17 કાર ભાડે લીધી હતી. મહિના બે મહિના બાદ પણ બંને શખ્સોએ ભાડું નહીં ચૂકવતા તમામ કાર માલિકો એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને પોતે છેતરાઈ ગયા હોવાના ભાવ સાથે પોલીસમાં અરજી કરી હતી. જે અરજીના અનુસંધાને પોલીસે બંને શખ્સો સામે છેતરપિંડી ફરિયાદ નોંધી હતી.

આ બંને શખ્સોએ કાર ભાડે રાખવાની લાલચ આપી આ કાફ અન્યને વેચી નાખી કે ગીરવે મૂકી કૌભાંડ આચાર્યું હોવાની વિગતો સામે આવી હતી. જેને લઈને પોલીસે બંને સુધી પહોંચવા માટે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here