મહાજંગ : વોર્ડ નંબર સાતમાં ભાજપની પેનલનો વિજય છે પાક્કો, આ રહ્યા કારણો

0
197

જામનગર : આવતી કાલે જામનગર મહાનગરપાલિકાની ચુંટણી યોજાશે ત્યારે શહેરના વોર્ડ નંબર 7 માં ભાજપના ઉમેદવારોની તરફનો પ્રચંડ લોકજુવાળ ઉભો થયો છે. ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કે પછી સભા હોય, કે પછી વિશાળ રેલી હોય, મતદારોએ ફરી વખત ભાજપની પેનલ પર પસંદગી ઉતારી લીધી હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. ચુંટણી પ્રચાર દરમ્યાન લોકો વચન આપે છે કે મત તો ભાજપને જ તેનુ કારણ છે કે કોઈ એક વિસ્તાર નહી પરંતુ વોર્ડ નંબર 7 નો સર્વાંગી વિકાસ ભાજપ શાસીત મનપા દ્વારા થયો અને વિકાસનો શ્રેય ભાજપના હાલના ઉમેદવારો અને ભાજપના પૂર્વ કોર્પોરેટરોની ટીમને જાય છે તેમ પણ જાણવા મળ્યુ છે,

પ્રચાર ઝુમ્બેસના અંતિમ તબ્બકામાં ગઈ કાલે કૃષિ મંત્રી આર સી ફળદુની હાજરીમાં વિશાળ રેલી યોજાઈ હતી. વોર્ડ નંબર સાતના મોટાભાગના વિસ્તારોને આ રેલીમાં આવરી લેવામાં આવ્યા હતા. મોટરકાર અને બાઈક સહિતના ૧૦૦ ઉપરાંત વાહનોમાં ભાજપના અગ્રણી નેતાઓની સાથે ઉમેદવારો અને કાર્યકરો જોડાયા હતા. જુદા જુદા વિસ્તારમાં રેલીમાં સહભાગી બનેલ ભાજપના નેતાઓ અને ઉમેદવારોનું મતદારો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું અને જંગી બહુમતીથી જીતનો વિસ્વાસ અપાવ્યો હતો.

જયારે કેબીનેટ મંત્રી આરસી ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ પુનમબેન માડમની હાજરીમાં યોજાયેલ વિશાળ જાહેર સભામાં વિકાસનો ગ્રાફ રજુ કરવામાં આવ્યો હતો અને મતદારોએ આ ગ્રાફને સ્વીકારી ચારેય ઉમેદવારોને જીતાડવાનો વિશ્વાસ અપાવ્યો હતો.

આ વિસ્તારમાં લોકો ભાજપ પર ભરોષો કરી અને તેના ઉમેદવારોને જીતાડતા આવ્યા છે અને આ ચુંટણીમાં કોઈ વાતો કે ખોટા વચનોમાં આવ્યા સિવાય આ વિસ્તારના લોકો માત્ર કમળને ખીલવી અને અન્ય તમામ પક્ષો અને ઉમેદવારોને જાકારો આપશે તે નિશ્ચિત થઇ ગયું હોય તેમ જાણવા મળે છે ટુંકમાં ભાજપની વિકાસયાત્રાનુ ભાથુ સાથે લઇ ચુંટણી જંગમા રહેલા અરવિંદભાઇ સભાયા, ગોપાલભાઇ સોરઠીયા, પ્રભાબેન ગોરેચા અને લાભુબેન બંધીયાની પેનલ તરફ પ્રચંડ જુવાળ પ્રચાર દરમ્યાન સામે આવ્યો છે.

ભાજપ સાશિત મનપામાં ના માત્ર આ વોર્ડમાં કોઈ એક વિસ્તારનો વિકાસ જ નહી પરંતુ સર્વાંગી વિકાસને મહત્વ આપવામાં આવ્યું છે. વોર્ડના તમામ આંતરિક રસ્તાઓ ફોર ટ્રેક કરી અને વાહનચાલકો અને રાહદારીઓને સુવિધા વધારવામાં આવી છે, તમામ DP કપાતનું કામ પૂર્ણ થયું છે. તો સાથે વિસ્તારમાં ભૂગર્ભ ગટર, LED લાઈટ કે પછી સફાઈ દરેક કામો સુચારુ ઢબે થયા છે આ બધુ જ વિકાસ કામનુ ભાથુ સાથે જનસેવાના ભેખધારી ભાજપની પેનલના આ ચારેય ઉમેદવારોને હાલના ભાજપના મહામંત્રી તેમજ પુર્વ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન મેરામણભાઈ ભાટુનુ માર્ગદર્શન પણ ભાજપના કાર્યકર્તાઓને સતત મળે છે, તેમજ હાલની ચુંટણીમા વોર્ડ નંબર સાતમા પોતાનો અનુભવ તેમજ પોતે કરેલી જનસેવાનો  પ્રતિસાદ લોકો તરફથી મેરામણભાઈ ભાટુ ને મળે છે તે ભાજપની પેનલને જીતાડવા ખુબ ઉપયોગી બની રહેશે, મતદાતાઓને મહત્વ હંમેશા આપવાનુ જ હોય અને ચુંટણી વખતે પ્રચાર દરમ્યાન બીજા લોકોને  કહેવુ પડે અમે આ કર્યુ અમે આમ કર્યુ…. વગેરે તેના બદલે આ વિસ્તારના લોકો સામેથી પ્રચારમા જતા ભાજપની પેનલના ઉમેદવારોને કહે છે કે તમે સાચા પ્રજાસેવક સાચા નગરસેવકની ફરજ બજાવી છે હજુય બજાવશો માટે મત તો ભાજપને જ આપીશુ આ રીતે ચુંટણી પહેલા જ વિજયનો સંકેત વોર્ડ નંબર સાતમા પ્રચાર દરમ્યાન ઉમેદવારોને મળી ગયો છે,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here