મહાજંગ : વોર્ડ નંબર ચારમાં કેશુભાઈ છે કિંગ મેકર, ચારેય ઉમેદવારો બનશે વિજેતા

0
320

જામનગર : જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે જ વોર્ડ નંબર ચારમાં ખરાખરીનો જંગ શરુ થયો ત્યારથી એક માત્ર વોર્ડ નમ્બર ચારમાં ભાજપનો ઝંઝાવાતે આંધી સર્જી છે. વોર્ડ નંબર ચારમાં ભાજપના સીનીયર કોર્પોરેટર કેશુભાઈ માડમ અને તેની ટીમને ભારે સર્મથન મળ્યું છે. ડોર ટુ ડોર પ્રચાર જુંબેશ હોય કે જાહેર સભા હોય, કે પછી વિકાસ કાર્યો હોય, અહી ભાજપાએ કરેલ કામગીરી નજરે તરી આવે છે. આ તમામ પાસાઓને લઈને મતદારોએ ભાજપાને જંગી બહુમતીથી વિજેતા બનવા મન મનાવી લીધું છે એમ મતદારોએ અભિપ્રાય આપ્યો છે.

જામનગર મહાનગર પાલિકાની આવતી કાલે ચૂંટણી યોજાશે, આ ચૂંટણી પ્રક્રિયામાં પેનલ કબજે કરવા વોર્ડ નંબર ચારમાં ભાજપ દ્વારા સીનીયર કોર્પોરેટર કેશુભાઈ માડમને સેનાપતિની કમાન સોંપી મેદાનમાં ઉતાર્યા છે. સીનીયર કોર્પોરેટર કેશુભાઈ માડમને આગેવાની આપવામાં આવતા ભાજપાએ અડધો જંગ જીતી લીધો હતો. ભાજપે આ વખતે કેશુભાઈની સાથે દંડક તરીકેની ભૂમિકા ભજવનાર પૂર્વ નગરસેવિકા જડીબેન સરવૈયા અને ભાનુબેન દેવશીભાઈ વાઘોરા, અને પૃથ્વીસિંહ ભરતસિંહ ઝાલાને ટીકીટ આપી ત્યારથી માડી આજ દિવસ સુધી ભાજપાએ વોર્ડ નંબર ચારમાં પ્રચારનો  ઝંઝાવાત કર્યો છે.

કેશુભાઈની ટીમ દ્વારા આ વોર્ડના વિસ્તારમાં રોડ રસ્તા, પીવાના પાણી અને ગટર તેમજ વરસાદી પાણીના નિકાલ સહિતના કરેલ કામગીરીનું ભાથું લઇ મતદારો સુધી પહોચ્યા હતા. ડોર ટુ ડોર પ્રચાર ઝુંબેશ દરમિયાન વોર્ડ નંબર ચારના મતદારોએ ઉમળકાભેર આવકારી ચારેય ઉમેદવારોને ધીંગી બહુમતીથી જીતાડવાના કોલ આપ્યા છે. જયારે કાર્યાલયના ઉદ્ઘાટનથી માંડી આજ દિવસ સુધીનો પ્રચાર ભાજપાને ફળ્યો છે. સભા હોય કે જન સંપર્ક  કે પંછી બાઈક રેલી હોય, વોર્ડ નંબર ચારના મતદારોએ ભાજપાની પેનલને વિજેતા બનાવવવાનો અડગ નિશ્ચય કરી લીધો છે. આવતી કાલે મતદાન છે. ભાજપના પૂર્વ નગરસેવક કેશુભાઈની લોકપ્રિયતા અને વિકાસ કાર્યોનું ભાથું વોર્ડ નંબર ચારની પેનલને વિજેતા બનાવવાનું મજબુત પાસું બની રહેશે એમ રાજકીય પંડિતોએ ગણિત માંડ્યા છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here