રહસ્ય : જામનગર નજીક એ અજાણ્યા વ્યક્તિને સળગાવી-હત્યા નીપજાવી કોણ ફેકી ગયું ??? તપાસનો ધમધમાટ

0
335

જામનગર : જામનગર નજીકના પીપળી ગામે રેલ્વે સ્ટેશનવાળી સીમમાં બાવળની  જાળીઓમાં સળગેલી હાલતમાં એક પ્રૌઢનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. અજાણ્યા સખ્સોએ એ પ્રૌઢની હત્યા નીપજાવી હોવાનું પીએમ રીપોર્ટમાં સામે આવતા પોલીસે અજાણ્યા સખ્સો સામે ફરિયાદ નોંધી મૃતકની  ઓળખ અને આરોપીઓ સુધી પહોચવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર જીલ્લામાં ચકચાર જગાવનાર બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના પીપળી ગામે ગઈ કાલે બપોરે રેલ્વેસ્ટેસન વાળી સીમ બાવળ ની ઝાડીમાં સળગેલી હાલતમાં એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આશરે ૫૦ થી ૬૦ વર્ષની ઉમર ધરાવતા પ્રૌઢના  મૃતદેહને પોલીસે કબજે કરી જામનગરની જીજી હોસ્પિટલ ખસેડી પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. જેમાં મૃતકની હત્યા નીપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું  હતું. જેને લઈને લાલપુર પોલીસ દફતરના પીએસઆઈ ડી.એસ.વાઢેરએ અજાણ્યા સખ્સો સામે અજાણ્યા પ્રૌઢની હત્યા નીપજાવવા સબબ ફરિયાદ નોંધી હતી. જેમાં કોઈ અજાણ્યા સખ્સોએ મૃતકના માથાના ભાગે કોઇ વસ્તુ-પદાર્થ-હથીયાર વડે માર મારી ગંભીર ઇજા પહોચાડી મોતને ઘાટ ઉતારી, મૃતકની લાશ ઓળખાય નહી તેમજ મરણ જનારના મુત્યુનુ કારણ જાણી શકાય નહી તે હેતુથી લાશને સળગાવી પુરાવાનો નાશ કરી નાશી ગયા હોવાનો આરોપ લગાવાયો છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને હત્યારાઓ સુધી પહોચવા કવાયત શરુ કરી છે. મૃતકની ઓળખ થયા બાદ પોલીસ હત્યારા સુધી પહોચી જશે તેવો આશાવાદ સેવાઈ રહ્યો  છે. જો  કે રહસ્યના આટાપાટા ભર્યા બનાવમાં કોની હત્યા અને કોના  દ્વારા નીપજાવવામાં આવી છે એ મુદ્દો ચર્ચાઓ વિષય બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here