લાલપુર: બોરવેલ લીધી, ધંધામાં ખોટ ગઈ, બોરવેલ અને વાડી વેંચી, કરજો અધુરો રહ્યો, પછી ખેડૂતે..

0
2349

જામનગર જિલ્લાના લાલપુર તાલુકા મથકે રહેતા એક આસામીએ જીવતરનો અંત આણ્યો છે. ધંધો કરવા માટે બોરવેલ લીધી હતી પરંતુ ધંધામાં ખોટ જતા કરજો થઇ ગયો અને  બોરવેલ તેમજ  જમીન બંને વેચાઈ ગયા, અંતે કોઈ રસ્તો નહી રહેતા આસામીએ ઝેરી દવા પી જીવતરનો અંત આણ્યો છે.

પ્રતીકાત્મક તસ્વીર

આર્થિક સંકળામણને લીધે અનેક લોકોએ જીવતરનો અંત આણ્યો હોવાના રોજ કિસ્સાઓ સામે આવે છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. લાલપુર તાલુકા મથકેથી, અહી સાનીધ્ય પાર્ક સોસાયટીમાં રહેતા પરબતભાઈ હમીરભાઈ માટીયા ઉવ ૬૦ નામના આસામીએ થોડા સમય પહેલા બોરવેલ લઇ વ્યવસાય શરુ કર્યો હતો. પરંતુ આ ધંધામાં ખુબ જ ખોટ ગઈ, આ ખોટ પૂરી કરવામાં માટે પરબતભાઈએ પોતાનો બોરવેલ વેચી દીધો હતો છતાં પણ કરજો ઉભો રહેતા પોતાની નાન્દુરી ગામે આવેલ જમીન પણ વેચી દીધી હતી. છતાં પણ આર્થિક સંકળામણ એવી જ રહેતા આખરે કોઈ રસ્તો નહી મળતા પરબતભાઈએ ગત તા. ૧૨મીના રોજ રાત્રે બારેક વાગ્યે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને પરિવારજનોએ તેઓને તાત્કાલિક લાલપુર સારવાર આપી જામનગર ખસેડ્યા હતા. જ્યાં લાંબી સારવાર દરમિયાન પરબતભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર નીતીનભાઇ પરબતભાઇ હમીરભાઇ મારીયાએ પોલીસમાં ઉપરોક્ત નિવેદન આપ્યું હતું. આ બનાવના પગલે આહીર પરિવાર પર આભ ફાટી પડ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here