ખંભાલીયા: જામનગરની બે મહિલાઓ સહીત આઠ સખ્સો તીનપતીમાં હતા મગ્ન

0
1367

ખંભાલીયા તાલુકાના બેરાજા ગામે એક વાડીમાં અમુક મહિલાઓ અને પુરુષો જુગાર રમતા હોવાની હકીકતને લઈને પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં વાડી અંદર જુગાર રમતા બે મહિલા સહિતના સખ્સો આબાદ પકડાઈ ગયા હતા. પોલીસે તમામ સખ્સોના કબ્જામાંથી રોકડ સહીત અઢી લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા તાલુકાના બેરાજા ગામે રહેતો જેશાભાઇ કારૂભાઇ માડમ નામનો સખ્સ પોતાના પોતાના કબ્જા ભોગવટાના રહેણાક મકાનમાં બોલાવી જુગાર રમવાના સાધનો પુરા પાડી પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ નાલ ઉધરાવી જુગાર રમી રમાડતો હોવાની પોલીસને ચોક્કસ બાતમી મળી હતી

આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન મકાનમાં જુગાર રમી રહેલ મકાન માલિકની સાથે વીધાભાઇ હાજાભાઇ સંધીયા રહે.નાના આસોટા ગામ તા.ખંભાળીયા, ડોસલભાઇ બોઘાભાઇ જામ રહે.મીલનચાર રસ્તાની બાજુમા બંસી હોસ્પીટલની બાજુમા ખંભાળીયા, મેરામણભાઇ કારાભાઇ આંબલીયા રહે.સામોર ગામ તા.ખંભાળીયા, નંગાભાઇ રામભાઇ મોવર રહે.ધરમપૂર વિસ્તાર ગણેશધારની બાજુમા તા.ખંભાળીયા, સવદાશભાઇ આલાભાઇ આંબલીયા રહે.બેરાજાગામ કદોડાવાળી વિસ્તાર તા.ખંભાળીયા, રાજેશભાઇ અરજણભાઇ નંકુમ રહે.બેરાજાગામ વાળીવિસ્તાર તા.ખંભાળીયા નામના પુરુષો આબાદ પકડાયા હતા.

આ પુરુષોની સાથે વર્ષાબેન ઉફે હંશાબેન ધનજીભાઇ પ્રેમજીભાઇ પરમાર રહે. ગ્રીનસીટીની બાજુમાં યુવાપાર્ક આઠમાંળીયાની બાજુમાં જી.જામનગર, હિનાબેન ઉફે હિરલબેન પ્રવિણભાઇ જેઠાભાઇ ચાવડા રહે.રામેશ્વવર ચોક જી.જામનગર નામની બે મહિલાઓ પણ તીન પતી રમતા પકડાઈ ગયા હતી. પોલીસે તમામ સખ્સોના કબ્જામાંથી રૂા.૭૪૮૦૦ તથા ૧૧ હજાર રૂપિયાના ચાર મોબાઇલ ફોન  તથા દોઢ લાખ કીમતની ફોર વ્હીલર ઇક્કો કાર સહીત રૂપિયા ૨૩૫૮૦૦નો મુદામાલ કબજે કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here