ખંભાળિયા: તાલુકા પંચાયતમાં મહિલા બોડી બનાવવા 95 લાખનો વહીવટ કર્યો ? પૂર્વ પ્રમુખનો કથિત વિડિઓ વાયરલ

0
1963

ખંભાળિયા તાલુકા પંચાયતમાં હાલમાં પદાધિકારીઓની નવી બોડી અસ્તિત્વમાં આવી છે. આ બોડી બનાવવા માટે ખાસ્સો ખર્ચ થયાની વાતો વહેતી થઈ હતી. આ વાતને ઇંજન આપતો વિડિઓ વાયરલ થયો છે. કથિત વિડીઓમાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કોઈ ગામમાં ગ્રામજનોને સંબોધન કરતા એવું કહી રહ્યા છે કે આ બોડી બનાવવા માટે 90 થી 95 લાખનો ખર્ચ થયો છે. જો કે જામનગર અપડેટ્સ આ વિડીઓની પુષ્ટિ નથી કરતું પરંતુ જો આ વિડિઓમાં કહેવાતી વાત જો સત્ય હોય તો સંપૂર્ણ બહુમત ધરાવતી તાલુકા પંચાયતમાં જો તોતિંગ આર્થિક વ્યવહાર કરાયો હોય તો અન્ય અલ્પ સંખ્યક સભ્યો વાળી તાલુકા પંચાયતમાં કેટલો વહીવટ થયો હશે ? 

દેવભૂમિ દ્વારકા સહીત રાજ્યભરની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અગામી અઢી વર્ષ માટે તાજેતરમાં પદાધિકારીઓની નિમણુક કરવામાં આવી છે. મોટાભાગની સંસ્થાઓ પર ભાજપના પદાધિકારીઓએ સતાનું સુકાન સંભાળ્યું છે. દેવભૂમિ દ્વારકા જીલ્લાની ખંભાલીયા તાલુકા પંચાયતમાં પણ હાલમાં જ પદાધિકારીઓની ચુટણી યોજાઈ હતી. જો કે લોકશાહીને અનુરૂપ આ પંચાયતમાં સમજદારીથી તમામ હોદેદાર તરીકે મહિલાઓ ઉભરી આવી હતી. પક્ષની સુદ્રઢ વ્યવસ્થા અને સભ્યો વચ્ચે મનમેળને લઈને ભાજપાના નવા હોદ્દેદારોને સતાનું સુકાન સંભાળ્યું છે. હોદ્દેદારોની નિમણુકને એક પખવાડિયા જેટલી સમય થયો છે. ત્યાં જ આ નિમણુક પૂર્વે કરવામાં આવેલ આર્થીક વ્યવહારને લઈને એક વિડીઓ વાયરલ થયો છે.  તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં અગ્રણી ભૂમિકામાં રહેલા ભાજપ નેતાનો વિડ્યો થયો વાઇરલ થયો છે. જેમાં તેઓ એક ગામડામાં ગ્રામજનોને સંબોધન કરી રહ્યા છે અને એમ કહેતા નજરે પડી રહ્યા છે કે ખંભાળિયા તાલુકા પંચાયતમાં મહીલા બોડી બનાવવા માટે ૯૦-૯૫ લાખ ખર્ચી નાખવામાં આવ્યા છે. તાલુકા પંચાયતના પદાધિકારીઓ બિન હરીફ થવા માટે મોટો ખર્ચો કર્યો છે. જો કે અમો આ વિડીઓની પુષ્ટી કરતા નથી. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ખંભાળિયા તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે સંગીતાબા ઘનશ્યામસીંહ નિયુક્ત થયા છે.

આ વિડીઓમાં જેના મુખેથી સભાનું સંબોધન થઇ રહ્યું છે તે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયત પૂર્વ ઉપ પ્રમુખ બહાદુરસીંહ વાઢેર હોવાનો વાયરલ વિડીઓ અંગે દાવો કરાઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here