કમકમાટી : જામનગર નજીક અકસ્માતમાં બેના મોત, છ ઘવાયા

0
930

જામનગર : જામનગર નજીકના ઠેબા ચોકડી પાસેના માર્ગ પર વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યા છે. જયારે અન્ય છ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થઇ જતા પંચકોશી પોલીસે સ્થળ પર પહોચી બચાવ કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર નજીક પખવાડિયા પૂર્વે જામજોધપુર પંથકના ચાર યુવાનોને બોલેરોએ ચગદી નાખ્યાના બનાવની હજુ શાહી સુકાય નથી ત્યાં આ જ સ્થળ નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેની વિગત મુજબ, આજે સવારે જામનગર નજીકના બાયપાસ રોડ પર આવેલ ઠેબા ચોકડી પાસે ઇકો અને છકડો રીક્ષા વચ્ચે ટક્કર થવા પામી હતી. જેમાં મોડપર ગામના પ્રેમજીભાઈ અને અન્ય એક વ્યક્તિનું મૃત્યુ નીપજયુ હતું.

આ બનાવમાં વીજરખી ગામના આરજુબેન સલીમભાઈ મલેક ઉવ ૩૦, નસરીમબેન રફીકભાઈ મલેક ઉવ ૨૦ અને સહેનાજબેન જુનેદભાઈ બધડા ઉવ ૨૫ સહીત અન્ય  છ વ્યક્તિઓને ઈજાઓ પહોચતા તાત્કાલિક ૧૦૮માં જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાના ત્રણની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. આ બનાવના પગલે ટ્રાફિક જામ થઇ જતા અને લોકોના ટોળા એકત્ર થઇ જતા પંચકોશી પોલીસે સ્થળ પર પહોચી ઘાયલોને હોસ્પિટલ પહોચાડવા અને ટ્રાફિક દુર કરવા સહીતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here