જામનગર : સેતાલુસ ગામના સખ્સે મુંબઈના મેયરને ધમકાવ્યા, ધરપકડ

0
658

જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લાના એક નાગરિકે ફોન કરી મુંબઈ મહાનગરપરિષદના મેયરને ધમકી આપી હોવાની નોંધાયેલ ફરિયાદ બાદ મુબઈ પોલીસે જામનગર આવી જે તે સખ્સની ધરપકડ કરી છે. જો કે કેમ ધમકી આપી તે હજુ સ્પષ્ટ થયું નથી.

જામનગર નજીકના સેતાલુસના નાગરિક દ્વારા કરવામાં આવેલ મુંબઈ મહાનગરપાલિકાના મેયરને ધમકીની વિગત મુજબ, મુબઈના મેયરને ફોનકોલ પર એક સખ્સે ધમકી આપી હતી. આ બાબતે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી જે તે ફોન  કોલના રેકોર્ડ મુજબ કોલ ગુજરાતના જામનગરમાંથી કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું  હતું જેમાં ફોન કોલ કરનાર સખ્સના સગડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી જેને લઈને મુંબઈ પોલીસ જામનગર પહોચી હતી અને મેઘપર પોલીસની મદદથી લાલપુર તાલુકાના સેતાલુસ ગામે પહોચી જે તે સખ્સની અટકાયત કરી હતી. જો કે કેવા સંજોગોમાં ધમકી આપી છે અને શું વાત થઇ છે તે જાણવા મળ્યું નથી પરંતુ મેઘપર પોલીસના જણાવ્યા અનુસાર મુંબઈ પોલીસે સેતાલુસના સખ્સ સામે ફરિયાદ નોંધી છે અને અહી આવી જે તે સખ્સની  અટકાયત કરી લઇ ગઈ હોવાનું સામે આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here