કલ્યાણપુર: શા માટે બહેનની હત્યા કરી ભાઈએ ? શા માટે સાસરીયાઓ સામેલ થયા?

0
731

 હાલ પોરબંદરમાં ખાપટ શ્રીજી ધામ ખાતે રહેતી ભૂમિબેન પરબતભાઈ ઉર્ફે પાર્થ મુરુભાઈ ગોરાણીયા એ કલ્યાણપુર પોલીસમાં પોતાની માતાની હત્યા સંબંધિત અરજી કરી હતી. જેમાં તા. 20મીના રોજ પોતાના ચંદ્રવાળા ગામે રહેતા માતા સુમરીબેન સામતભાઈ નગાભાઈ મોઢવાડિયા મૃત્યુ પામ્યા હોવાની પરિવારજનો એ જાણ કરતા તેણી અને તેના પતિ અગ્નિસંસ્કાર માટે ગયા હતા. જ્યાં તેના મોટા બાપુ અને મામાઓએ હાર્ટ એટેક આવ્યો હોવાથી તેણીની મૃત્યુ પામ્યા હોવાનું પુત્રીને કહ્યું હતું. દરમિયાન વરસાદનું બહાનું કરી તેના મામાઓ અને મોટા બાપુએ તેણીના દેહને પોરબંદર ખાતે અગ્નિસંસ્કાર કરાવ્યા હતા.

પરંતુ અગ્નિસંસ્કાર પૂર્વે તેણીના માતાના કાનમાંથી અને માથાના ભાગેથી લોહી નીકળતું હોવાની તેણીના પતિ અને અન્ય એક સંબંધીએ તેણીને જણાવ્યું હતું. જેને લઈને તેણીએ તેની માતાની હત્યા થઈ હોવાની શંકા દર્શાવી કલ્યાણપુર પોલીસમાં અરજી કરી હતી. જેમાં શકદાર તરીકે તેના બે મોટા બાપૂ કાનાભાઈ નગાભાઈ મોઢવાડિયા અને કાકા બાલુભાઇ નગાભાઈ મોઢવાડિયા તેમજ તેના મામા અરજણભાઈ જીવણભાઈ ગોરાણીયા, અરશીભાઈ જીવણભાઈ ગોરાણીયા અને રામદેવભાઈ જીવણભાઈ ગોરાણીયા રહે ગોરાણા વાળાઓ સામે શંકાઓ ઉચ્ચારી હતી. આરોપીઓએ કોઈ પણ કારણસર તેણીના માતાના માથાના ભાગે બોથળ અથવા તીક્ષણ પદાર્થનો ઘા ફટકારી હત્યા નિપજાવ્યાની આશંકા દર્શાવી છે. આરોપીઓએ પુરાવાનો નાશ કરી લાસનો તાત્કાલિક નિકાલ કરવા સહિતનો આરોપ લગાવ્યા છે. જેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

19 વર્ષીય ફરિયાદી ભૂમિબેનના એકાદ વર્ષ પૂર્વે પોરબંદર રહેતા પરબતભાઈ સાથે લગ્ન થયા હતા. દોઢ બે વર્ષ પૂર્વે તેના પિતા પરબતભાઈ નું અવસાન થયું હતું જ્યારે એક દોઢ માસ પૂર્વે તેના ભાઈ પણ મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું છે.મૃતકના નામે છ વીઘા ખેતીની જમીન આવેલી છે અને તેઓ ચંદ્રાવાળા ગામે પોતાના મકાનમાં રહેતા હતા.  મૃતક ને ચંદ્રવાળા ગામના સ્મશાનમાં અગ્નિસંસ્કાર નહીં આપતા આરોપીઓ સામે શંકાની સોય વધુ પ્રબળ બની છે. પાંચ પૈકીના મૃતકના ત્રણ ભાઈઓ અને શકદાર આરોપીઓ એવા ભૂમિના ત્રણેય મામાઓ જેઓના પર અગાઉ એક હત્યા સંબંધિત ગુનો નોંધાયો હોવાનું પણ  જાણવા મળ્યું છે. પોતાના બે મોટા બાપુ તથા ત્રણ સગા મામાઓ સામે તેણીએ હત્યા સંબંધિત ફરિયાદ નોંધાવતા કલ્યાણપુર પોલીસ દ્વારા તપાસ હાથ હતી. પોલીસે હત્યામાં સંડોવાયેલ મૃતકના ભાઈ અને જેઠની ધરપકડ કરી છે. અન્ય આરોપીઓ સુધી પહોચવા પોલીસે તપાસ વિસ્તારી છે.

વિધવા બહેનનાં ચારીત્ય અંગે શંકા જતા ભાઈએ તેણીના સાસરિયા સભ્યો સાથે મળી રાત્રે માથાના ભાગે બોથળ પદાર્થ ફટકારી ઢીમ ઢાળી દીધું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મૃતકનાં ભાઈ રામદે જીવણ ગોરાણીયા અને જેઠ કાના નાગા મોઢવાડિયાની ધરપકડ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here