પશુ હેલ્પલાઇનનો ફોન રિસીવ થતો નથી, લંપી ક્યાંથી થંભે?ઉગ્ર

0
191

દેવભૂમિ દ્વારકા અને જામનગર શહીદ સૌરાષ્ટ્ર ભરના 11 જિલ્લાઓમાં ફેલાયેલા ગૌવંશમાં લંબી વાયરસ ના રોગચાળાને લઈને ખંભાળિયા ના ધારાસભ્ય વિક્રમભાઈ દ્વારા મુખ્ય મંત્રીને ઉગ્રતા પૂર્વક રજૂઆત કરવામાં આવી છે આ રોગને નાથવા માટે સરકાર સદંતર નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલને કરેલ રજુઆત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા એકાદ મહિના દરમ્યાન અસંખ્ય પશુધન મૃત્યુ થયેલ
છે. આ બાબત ખુબ જ સંવેદનશીલ છે. ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને આપણી ખેતી પશુધન સાથે જોડાયેલ છે. લોકો તરફથી રૂબરૂ, ટેલીફોનીક તથા વારંવાર મારા પ્રવાસ દરમ્યાન ફરિયાદો મળેલ છે. આ ગાય તથા બળદના મૃત્યુનું મુખ્ય કારણ હાલમાં પશુધનમાં ફેલાયેલો લમ્પી વાયરસ છે. સરકાર દ્વારા આ વાયરસને કંટ્રોલમાં લેવા તથા પશુધનને કોઈ પણ બિમારી હોય તો તેના માટે ૧૯૬૨ ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવેલ છે. પરંતુ ખુબ જ દુઃખની બાબત છે કે જયારે કોઈ માલધારીનું પશું બિમારી થી તરફળીયા મારતું હોય અને ૧૯૬૨ નંબર પર ફોન કરવામાં આવે છે તો આ ફોન ઉપડતો જ નથી. આ ખુબ જ ગંભીર બાબત છે. સરકાર દ્વારા આના માટે જવાબદાર પર કડક પગલાં લેવાવા જોઈએ.
પશુધનમાં લમ્પી વાય૨સ જીવલેણ છે તો આ વાયરસને કાબુમાં લેવા માટે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પુરતો પશુ ડોકટરનો સ્ટાફ મુકવા તથા જે ગાય – બળદમાં આ વાયરસ ફેલાયેલો છે તેમને અલગ થી રાખવા માટેની વ્યવસ્થા ઉભી કરવી એ પણ રાજય સરકારની જવાબદારી છે. જેથી કરીને અન્ય પશુઓમાં આ રોગનો ફેલાવો થતો અટકી જાય, તો અન્ય જગ્યાએ જયા લમ્પી વાયરસ રોગ કન્ટ્રોલમાં હોય એવી જગ્યાએ થી જરૂરી ડોકટર તથા સ્ટાફને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુકવા મારી ભલામણ છે.


આ વાયરસને તાત્કાલીક કાબુમાં લેવો ખુબ જ જરૂરી છે નહિંતર માલધારી વર્ગ, ખેડૂત વર્ગ તમામને ખેતીમાં તથા આર્થિક દૃષ્ટીએ અને પર્યાવરણની દૃષ્ટીએ ખુબ મોટુ નુકશાન થશે અને આ તમામ માટે રાજય સરકાર જવાબદાર રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here