કાલાવડ: ખેડૂતે વેચેલી જમીનના 95 લાખ રૂપિયાની ચોરી

0
953

ડીવાયએસપી- એલસીબી- સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ: પોલીસ દ્વારા ફરિયાદીની પણ ઉલટ તપાસ

જામનગર જિલ્લા ના કાલાવડ તાલુકા ના આણંદપર ગામ માં એક ખેડૂત નાં રહેણાંક મકાન માં થી તસ્કરો ધોળા દિવસે રૂ.. ૯૫ લાખ ની મતબાર રોકડ રકમ ની ચોરી કરી લઇ ગયા હતા. આ સમગ્ર ઘટના પછી પોલીસે દોડધામ શરૂ કરી છે. આ ચોરી મામલે પોલીસે થોડી શંકા ઉત્પન્ન કરી છે, અને ફરિયાદી તથા તેના નિકટવર્તીઓની પણ ઉલટ તપાસ કરવામાં આવી રહી છે. નજીકના ભવિષ્યમાં જ આ ચોરીનો ભેદ ઉકેલાઈ જાય તેવો આશાવાદ પોલીસ સેવી રહી છે.

આણંદપર ગામના એક ખેડૂતે પોતના ઘરમાંથી રૃા. ૯૫ લાખની રોકડ રકમની ચોરી થવા અંગે પોલીસને જાણ કરતાં જ કાલાવડ ગ્રામ્યના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.વી. પટેલ બનાવના સ્થળે પહોંચી ગયા હતા. અને પ્રાથમિક તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો.
આણંદપર ગામ ના ખેડૂત દીપકભાઈ ભીખાભાઈ જેસડીયા એ તાજેતર માં પોતાની સંયુક્ત માલિકી ની ચાર એકર ખેતી ની જમીન નું વેંચાણ કર્યં હતું. જેમાંથી પાર્ટ પેમેન્ટ તરીકે મળેલ રૂ.બે કરોડ ની રકમ છએક માસ થી પોતાના ઘર મા રાખી હતી.કારણ કે એ પૈસા ની અન્ય સ્થળે જમીન ખરીદવા ની હતી .
બે કરોડ માંથી ૨૦ લાખ અન્યોને આપી દીધા પછી વધેલી રકમ માંથી ૯૫ લાખ ની રકમ પોતા નાં રૂમ મા અને ૮૫ લાખ ની રોકડ રકમ પોતાના પિતાના રૂમ મા રાખી હતી. દરમ્યાન ગઇકાલે તેમના પિતા અને બે ભાઈઓ બહારગામ જમીન જોવા ગયા હતા.જ્યારે દીપકભાઈ અને તેમના પત્ની બાળકો એક પ્રસંગ મા હાજરી આપવા રાજકોટ ગયા હતા.
લગભગ ચારેક કલાક પછી ગઇકાલે સાંજે પરત ફરેલા દીપકભાઈ ના ઘર ના દરવાજા ખુલ્લા જોવા મળતાં તેઓને ચોરી ની શંકા ગઈ હતી.અને તપાસ કરતાં પોતાના રૂમ માથી ૯૫ લાખ ની રકમ ગાયબ હોવા નું જણાયું હતું.જ્યારે તુરત પિતા નાં રૂમ માં તપાસ કરતાં ત્યાં રૂ.૮૫ લાખ રકમ સલામત હતી.
આખરે ગઇકાલે જાત તપાસ પછી આજે દીપકભાઈ પોલીસમાં જાણ કરતાં પીએસઆઇ પટેલ તપાસ માટે દોડી ગયા હતા.
આ બનાવની જાણ થતાં જ એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટુકડી પણ મદદે પહોંચી છે. તેમજ ડીવાયએસપી, એલસીબી તથા સ્થાનિક પોલીસનો સ્ટાફ તપાસ માટે પહોંચ્યો છે. આ કૃત્ય કોઈ જાણભેદુ નું છે કે કેમ ? તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, સાથોસાથ આ ચોટી બાબતે પણ પોલીસને શંકા જાગી છે. અને પોલીસ દ્વારા ફરિયાદી તથા તેના પરિવારજનોની પણ ઉલટ તપાસ કરવામાં આવી રહી છે. અને નજીકના ભવિષ્યમાં જ આ ચોરીનો ભેદ ઉકેલાઈ જાય તેવો આશાવાદ પોલીસ સેવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here