ક્રૂરતા: માછરડાવાળા જેટલા હોય..તૈયાર રાખજે..કહી આવેલ પતિએ પત્નીની નજર સામે ખેલ્યો ખૂની ખેલ

0
720

પતિ પત્ની વચ્ચે સાડા નવ વર્ષ પૂર્વે થયેલા મનદુઃખનો લોહીયાળ અંત આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાસરે થી રિસાયેલી પરણીતા કાલાવડ તાલુકાના માછરડા ગામે તો આવી ગઈ પરંતુ તેણીને ક્યાં ખબર હતી કે પોતાનો પતિ યમ બનીને આવશે અને પોતાના સગા ભાઈની હત્યા કરી નાશી જશે !!! પુત્ર અને પુત્રી સાથે રીસામણે બેઠેલ પત્નીને પતિની અવારનવાર ધમકીઓ બાદ અંતે આ રીસામણા લોહિયાળ બન્યા છે. કેવી છે કરુણ કહાની ? આવો અહેવાલમાં જોઈએ.

વાત છે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના માછરડા ગામની, અહીંના શક્તિસિંહ દિલુભા જાડેજા ની 37 વર્ષે પુત્રી તૃપ્તિબાના લગ્ન સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગંજેળા ગામે રહેતા નરેન્દ્રસિંહ ઉર્ફે જીગો હરપાલસિંહ સાથે થયા હતા. સાડા નવ વર્ષ પૂર્વે થયેલ લગ્ન બાદ આ દંપતીને સંતાનમાં એક પુત્ર જયરાજસિંહ -પુત્રી ધર્મિષ્ઠાબાથી હર્યું ભર્યું ઘર હતું. પરંતુ દારૂ પીવાની ટેવ ધરાવતા પતિ નરેન્દ્રસિંહ પોતાની પત્ની તૃપ્તિબા સાથે ઝઘડાઓ કરવા લાગ્યા, આ ઝઘડાઓ મારામારી સુધી પહોંચી ગયા હતા જેને લઈને તૃપ્તિબા અવારનવાર માવતર એ રિસામણે આવી જતી હતી. પરંતુ દર વખતે વડીલોની સમજાવટથી, સારું થઈ જવાની હૈયા ધારણા સાથે સાસરે પરત જઇ ફરીથી સંસારમાં સુર પુરાવતી હતી. પરંતુ બે વર્ષ પહેલા પતિએ  ઢોર માર મારી પત્ની  ધર્મિષ્ઠાબાને બે સંતાનો સાથે ઘર બહાર કાઢી મુકી હતી. જેને લઈને તેણીએ પિયરનો સહારો લઈ માછરડા ગામે વધુ એક વખત રીસામણે આવી હતી. છેલ્લા અઢી વર્ષના ગાળામાં પતિ નરેન્દ્રસિંહ ઉર્ફે જીગો હરપાલસિંહએ તૃપ્તિબા, સસરા અને સાળાને અનેક વખત ફોન કરી ધાક ધમકીઓ આપી ત્રાસ આપ્યો હતો. ત્રાસ વધી જતાં પત્નીએ ફોન રિસીવ કરતા ન હતા. અંતે જન્માષ્ટમીની રાત્રે પતિએ ફોન કરતા તૃપ્તિબાએ ફોન ઉપાડ્યો હતો.

‘તારા માછરડા ગામ વાળા જેટલા હોય તેટલાને તૈયાર રાખજે, હું આવું છું અને આજે તારા ભાઈ ઇન્દ્રજીતસિંહ અને તારા પિતા શક્તિસિંહ એમ બંને જણાને મારી નાખવા છે, મેં આજે તેને મારી નાખવાની બધી જ તૈયારી કરી લીધી છે. તમે તૈયારીમાં રહેજો. હું હમણાં આવું છું’

આમ કહી પતિ નરેન્દ્રસિંહ ઉર્ફે જીગો હરપાલસિંહએ ફોન કાપી નાખ્યો હતો. દરમિયાન નંદોત્સવની ઉજવણી કરીને તૃપ્તિ બાદ તેના પિતા ભાઈ અને સંતાનો ઘરે સૂઈ ગયા હતા. દરમિયાન મોડી રાત્રે ત્રણ વાગ્યાના સુમારે નરેન્દ્રસિંહ ઉર્ફે જીગો હરપાલસિંહ કોઈને ખબર ન પડે તે રીતે અને અવાજ ન થાય તે રીતે ઓસરીની જાળી ખોલી અંદર આવી ગયો હતો. જ્યાં રૂમમાં સુતેલા શક્તિસિંહ ને જાનથી મારી નાખવાના ઇરાદે છરી વડે હુમલો કરી પેટના ભાગે એક ઘા મારી દીધો હતો. જેને લઈને લોહી નીકળતી હાલતમાં તેઓ ઢળી પડ્યા હતા. રાડા રાડી થતા જ તૃપ્તિબા જાગી ગયા હતા અને ઘરનો દરવાજો ખોલીને જોયું તો પોતાનો પતિ નરેન્દ્રસિંહ તેણીના પિતાને છરીના ઘા મારતો હતો. જેને લઈને તેણીએ વચ્ચે પડતા પતિએ તેની પર હુમલો કરી હથેળીને ભાગે પૂજા પહોંચાડી હતી દરમ્યાન હા હો થઈ જતા ઇન્દ્રજીતસિંહ પણ આવી ગયા હતા. જેને જોઈને આરોપી નરેન્દ્રસિંહને તેને ડાબા પડખાના ભાગે છાતીમાં છરીનો એક ઘા ઝીકી દીધો હતો. જેને લઇને ઇન્દ્રજીતસિંહ નીચે પડી ગયા હતા અને લોહીના ખાબોચિયામાં વચ્ચે નીચે ઢળી પડયા હતા. દરમિયાન શક્તિસિંહના પત્ની માનકુવરબા વચ્ચે પડતા તેને પણ આરોપી નરેન્દ્રસિંહ માર મારી કહેવા લાગ્યો હતો.

‘ તું વચ્ચેથી હટી જા આજે તો આ ઇન્દુડા અને શક્તિને મારી નાખવા છે’ એમ કહી વસ્તુ વાણી વિલાસ આચારવા લાગ્યો હતો.

આ ઘટના સમયે તૃપ્તિબાની પુત્રી ધર્મિષ્ઠા જાગી ગઈ હતી અને તેમને આડોશ પાડોશના માણસોને જગાડી ઘટનાની જાણ કરી હતી.  પાડોશીઓ આવી જતા આરોપી નરેન્દ્રસિંહ છરી સાથે નાસી ગયો હતો. 

આ ઘટના બાદ ખવાયેલા પિતા પુત્ર અને તૃપ્તિબાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં  સારવાર બાદ ઇન્દ્રજીતસિંહ ઉવ 36નું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા શક્તિસિંહને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલો કરી નાશી ગયેલા પતિ નરેન્દ્રસિંહ સામે પત્ની તૃપ્તિબાએ કાલાવડ પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here