ચેતવણી: વિના પરવાને ફટાકડા સ્ટોલ ઉભા કર્યા તો કાલાવડના વેપારીઓ જેવી થશે હાલત

0
871

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા મથકે વગર પ્રવાહને ફટાકડાના સ્ટોલ ઉભા કરનાર અને કોઈપણ સલામતી વગર ફટાકડા વેચતા ત્રણ વિક્રેતાઓ સામે પોલીસે એક્સપ્લોઝિવ એક્ટ મુજબ ફરિયાદ નોંધ છે કાલાવડ ઉપરાંત તમામ તાલુકા મથકો અને જામનગર શહેરમાં છરીયે ગલીએ ફાટી નીકળેલા આવા સ્ટોલ ધારકો સામે લાલબત્તી રૂપ ફરિયાદ છે. પોલીસે જિલ્લાના અન્ય સ્થળોએ પણ આવી જ કાર્યવાહી કરવી જોઈએ.

દિવાળી આવતા જ શહેર અને તાલુકા મથકોમાં કોઈપણ પરવાના વગર ફાયરની સુવિધા જાળવ્યા વિના અનેક ફટાકડાના સ્ટોલ ખડકી દેવામાં આવ્યા છે. કાલાવાડ પોલીસે આ દિશામાં કાર્યવાહી હાથ ધરી હતી ગઈકાલે કાલાવડ ટાઉન હોલ કંપાઉન્ડમાં જાહેર રોડ પાસે, શ્રીજી ફટાકડા સ્ટોલ પર ચેકીંગ કર્યું હતું જેમાં પાર્થભાઇ નીલેશભાઇ સરધારાએ ધોરાજી રોડ ટાઉન હોલ સામે સાગર કોમ્પ્લેક્ષ કંપાઉંડમાં જાહેર રોડ પાસે, રાધે શ્યામ ગૌશાળા ફટાકડા સ્ટોલ મંડપ બાંધી લાકડા ના ટેબલ સ્ટેન્ડ ઉપર અલગ અલગ બ્રાન્ડના  સાડા ચાર હજારના ફટાકડા સાથે લાયસન્સ કે પાસ પરમીટ વગર જાહેરમાં વેચાણ કરતા હોય મળી આવ્યા હતા. 

જ્યારે આ સ્થળ નજીક જ આશીશભાઇ રામજીભાઇ તરપદા નામનો શખ્સ પણ , શ્રીનાથજી ફટાકડા સ્ટોલ મંડપ બાંધી લાકડા ના ટેબલ સ્ટેન્ડ ઉપર અલગ અલગ બ્રાન્ડ ના ફટાકડા કિ.રૂ.૪૫૦૦ના લાયસન્સ કે પાસ પરમીટ વગર જાહેરમાં વેચાણ કરતા  મળી આવ્યો હતો.

આ ઉપરાંત  લલીતભાઇ બટુકભાઇ સોલંકી નામનો શખ્સ શિતલા કોલોની બાપા સીતારામ મઢુલી પાસે જાહેર રોડ ઉપર મંડપ બાંધી લાકડા ના ટેબલ સ્ટેન્ડ ઉપર અલગ અલગ બ્રાન્ડના ફટાકડા કિ.રૂ.૫૦૦૦ના લાયસન્સ કે પાસ પરમીટ વગર જાહેરમાં વેચાણ કરતા હોય મળી આવ્યો હતો. પોલીસે ત્રણેય શખ્સો સામે  એકસ્પ્લોઝિવ અધિનીયમ ૧૯૮૪ ની કલમ ૯(બી),૧(બી) મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.. જામનગર શહેર સતી જિલ્લાભરમાં ફૂટી નીકળેલા આવા સ્ટોલ ધારકો સામે પણ કાર્યવાહી થવી જોઈએ એવી માંગ ઊઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here