જામનગર : પોલીસ ભરતીમાં ગોલમાલના નામે ઠગાઈ

0
1431

જામનગરના સખ્સે જુનાગઢની યુવતી સાથે મળી પોલીસ ભરતી કૌભાંડ આચરવાનો પ્રયાસ કરી એકાદ ડઝન ઉમેદવારો પાસેથી ૧૫ લાખની રકમ ખંખેરી લીધી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સ્ટાફે જુનાગઢની યુવતી અને જામનગરના સખ્સને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ ખાતામાં ચાલી રહેલ દસ હજાર ઉપરાંત પોલીસકર્મીઓની ભરતી પ્રક્રિયામાં લેભાગુ તત્વો સક્રિય થયા છે. પોતાને મોટી ઓળખાણ છે. તેમ કહી ભરતીમાં પરીક્ષાવગર પાસ કરાવી આપવાની લાલચ આપી LRD તથા PSI ના ઉમેદવારો પાસેથી મોટી રકમ મેળવી વિશ્વાસઘાત અને છેતરપીડી આચરવામાં એક ટોળકી સક્રિય થઇ હોવાની વિગતો મળી હતી જેને લઈને ગાંધીગ્રામ પોલીસ દ્વારા ખાનગીરાહે લે ભાગુ વ્યક્તિઓની વાતોમાં ફસાયેલ ઉમેદવારોની શોધખોળ કરી હતી. આ ઉમેદવારોને વિશ્વાસમાં લઈ પોલીસે આરોપીઓની ઝીણવટ ભરી માહિતી મેળવી હતી.

આ લે ભાગુ તત્વોના ભોગ બનેલ આશિષ સયારામભાઇ ભગત રહે. ભગવતીપરા નંદનવન સોસાયટી શેરી નં-૫ ,રાજકોટ વાળાની વિધીવત ફરિયાદ લઇ પોલીસે આ દિશામાં કાર્યવાહી કરી હતી. જેમાં આરોપી ક્રિષ્નાબેન ભરડવા રહે. જુનાગઢ વાળી યુવતીએ પોતાની ઓળખ એક કેન્દ્રીય મંત્રીની ભત્રીજી તરીકેની આપી હતી અને તેની સાથેના જેનીશભાઈ પરસાણા રહે. જામનગર વાળાઓએ આ યુવાન તથા અન્ય ઉમેદવારોને પોતાન પોલીસ ખાતામાં મોટી ઓળખાણ છે કહી કોઇએ પોલીસની રનીંગ તેમજ લેખીત પરીક્ષા આપવાની નહિ અને સીધો જોઇનીંગ લેટર મળી જશે તેવો વિશ્વાસ આપ્યો હતો. ત્યારબાદ યુવતી અને જામનગરના સખ્સે રવભાઇ ગઢીયા, જયદીપભાઈ ગઢિયા, મયુરભાઇ ખુંગલા, ચીરાગભાઇ ગમારા, માધ્વીબેન ખુંગલા, બંસીબેન બકુતરા, અરવિંદભાઈ બકુતરા, અમીત ખોલીયા, મુન્નાભાઇ, નેલ ચુડાસમા અને મીલનભાઇ પોરબંદર વાળાઓ પાસેથી દરેકના રૂ.૧,૧0,000 તથા અન્ય બે પાસેથી રૂ.૪,00,000 સહિત રૂપિયા ૧૫,00,000ની રોકડ રકમ મેળવી લીધી હતી.

દરમિયાન પોલીસ વિભાગ દ્વારા જે પરિણામ જાહેર થયું  તેમાં એક પણ ઉમેદવારનું નામ નહી આવતા તમામ ઉમેદવારોએ બંને ઠગ બાજનો ભોગ બની  ગયા હોવાનું સામે આવ્યું હતું અને પોલીસનો સંપર્ક કરી વિધિવત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જુનાગઢની યુવતી અને જામનગરના સખ્સને પકડી પાડ્યા છે. આ પ્રકરણમાં છેતરપીંડીનો આંક વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

કેવી રીતે પરિચયમાં આવ્યા બંને ઠગબાઝ

મૂળ જુનાગઢની યુવતીના ત્રણ વર્ષ પૂર્વે કેન્યામાં એક યુવક સાથે લગ્ન થયા હતા. પરંતુ એક વર્ષમાં છૂટાછેડા થઇ જતા યુવતી ૨૦૧૯ પરત ફરી હતી. અને રાજકોટમાં જુદી જુદી હોટેલમાં રહી છેતરપીંડી આચરતી  હોવાની વિગતો સામે આવી છે. પોતે કેન્દ્રીય મંત્રીની ભત્રીજી થતી હોવાની ઉમેદવારોને ઓળખ આપી હતી. લોકડાઉન થયા બાદ તે જામનગરમાં પ્રી વેડિંગ શુટિંગ તરીકે વિડીઓ અને ફોટોગ્રાફી કરતા જેનીસ પરસાણા નામના યુવાન સાથે ઈન્સ્ટાગ્રામ પર પરિચય થયો હતો અને આ સબંધ ગાઢ બનતા બંને છેલ્લા એકાદ વર્ષથી સાથે રહેતા હોવાનું સામે આવ્યું છે. એકાદ કરોડ જેવડી મૂડી બનાવી બંનેનો પ્લાન વિદેશ સ્થાઈ થવાનો હોવાનું પણ સામે આવ્યું છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here