જામનગરમાં રાજ્યની એક માત્ર ગુલાબકુવરબા આયુર્વેદ યુનીવર્સીટી નિર્માણ પામી છે. આ જ વારસો ન માત્ર જાળવી રાખવામાં પણ તેને સમૃદ્ધ અને જનજન સુધી પારંપરિક ચિકિત્સા પદ્ધતિને લઇ જવામાં સરકાર પણ એટલી જ સહભાગી બની છે. ગત વર્ષ ઇટરાની રચના બાદ હવે ડબ્લ્યુએચઓની સીધી દેખરેખ હેઠળ વૈશ્વિક પરંપરાગત ચિકિત્સા સંસ્થાન ઉભું કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી મંડળે અનુસંગિક મંજુરી પણ આપી દીધી છે.

રાજ્યની એકમાત્ર જામનગરની આયુર્વેદ યુનીવર્સીટીમાં કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદનું શિક્ષણ અને સંસોધન કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે. ત્યારે આ યસકલગીમાં વધુ એક છોગું આજે ઉમેરાયું છે. કેન્દ્રીય મંત્રી મંડળ દ્વારા ભારતમાં ડબ્લ્યુએચઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીસીન સંસ્થાન ઉભું કરવાને મંજુરી આપવામાં આવી છે. આ સેન્ટર કાર્યરત થતા જ ભારતની આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ અને વિશ્વની તમામ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓનું સંયોજન અહી થશે અને વૈશ્વિક પરંપરાગત ચિકિત્સા પદ્ધતિને વેગ મળશે.

આયુષ મંત્રાલય હેઠળ જામનગર ખાતે ડબ્લ્યુએચઓનું વૈશ્વિક કેન્દ્ર ઉભું થશે અને જામનગરને પણ અનોખી ઓળખ મળશે. ટૂંક સમયમાં જ જામનગર ખાતે અલાયદા ગ્લોબલ સેન્ટરને કાર્યરત કરવામાં આવશે. અહી વિશ્વના જુદા જુદા દેશોની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ દ્વારા વૈશ્વિક આરોગ્યની બાબતો સચોટ બનશે એમ ઇન્સ્ટીટયુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ સંસ્થાનના ડાયરેક્ટર અને અને ઇન્ચાર્જ વાઈસ ચાન્સેલર, ગુલાબ કુવારબા આયુર્વેદ યુનીવર્સીટી દ્વારા દાવો કરવામાં આવ્યો છે.