જામનગર : સરકાર નવી હોય કે જૂની, જવાબ એ જ ‘મને ખબર નથી’

0
595

જામનગર સહીત રાજ્યના ૨૮ જીલ્લાઓમાં ટેકાના ભાવની મગફળીની ખરીદ પ્રક્રીયાનો પ્રારંભ થયો છે. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા ધ્રોલ, જોડિયા, જામનગર અને કાલાવડ ખાતેથી આ પ્રક્રિયાની શરૂઆત કરી છે. રાજ્યના ૨.૬૬ લાખ ખેડૂતોની મગફળી ખરીદ કરવામાં આવશે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રતિ મણ રૂપિયા પંચાવનનો વધારો કરી રૂપિયા ૧૧૧૦ ભાવ નક્કી કરાયો છે. જામનગર ખાતે કૃષિ મંત્રીએ ટેકાના ભાવની ખરીદ પ્રક્રિયાને લઈને તમામ વિગતો આપી હતી. પરંતુ એક પ્રશ્નના જવાબમાં મંત્રીએ મને ખબર નથી એમ કહી જૂની સરકારની યાદ અપાવી હતી.

રાજ્ય સરકાર દર વર્ષે લાભ પાચમથી ટેકાના ભાવની મગફળી ખરીદીની શરુઆત કરે છે. આ વખતે રાજ્ય સરકાર ખેડૂતો પ્રત્યે વધારે ઉદાર બની નાના-મોટા ખેડૂતની તમામ મગફળી ખરીદ કરવાની તૈયારી દર્શાવી છે. આજે લાભ પાચમના દિવસે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જામનગર, ધ્રોલ અને જોડિયા તેમજ કાલાવડ યાર્ડ ખાતેથી ખરીદ પ્રાક્રિયાને ખુલી મૂકી પત્રકાર પરિષદ યોજી હતી. રાજ્યના ૨૮ જીલ્લાઓના ૨.૬૬ લાખ ખેડૂતો પાસેથી સરકાર ૯૦ દિવસ સુધી મગફળી ખરીદ કરશે એમ જણાવી કૃષિ મંત્રીએ સમગ્ર પ્રક્રિયા અંગેની વિગતો આપી હતી. ત્યારબાદ પ્રશ્નોતરી દરમિયાન જામનગર અપડેટ્સ દ્વારા કરવામાં આવેલ એક સવાલના જવાબમાં રાઘવજીભાઈએ જૂની સરકારની જેમ જ જવાબ આપ્યો હતો. સવાલ સાવ સામાન્ય જ હતો સરકાર દાવો કરી રહી છે કે રાજ્યના ૨૮ જિલ્લાઓમાં ખરીદ પ્રક્રિયા શરુ થઇ છે. પરંતુ ભાવનગર, બનાસકાઠા સહીત ચાર જીલ્લાઓમાં પ્રક્રિયા શરુ નહિ થતા ખેડૂતો નિરાશ થયા છે. આ પ્રશ્નના જવાબમાં કૃષિ મંત્રીએ આગે સે ચલી આ રહી હે જેવો જવાબ આપી, બંધ પ્રક્રિયા અંગે મને ખબર નથી એમ કહી જૂની સરકારની યાદ અપાવી છે. કૃષિ મંત્રીના જવાબના પગલે અધિકારીઓ અને હાજર પદાધિકારીઓ પણ મુછમાં હસી ગયા હતા.   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here