જામનગર : આવતીકાલે શહેરના આ વિસ્તારોમાં પાણી કાપ, આ છે કારણ

0
471

જામનગર : જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાની યાદી જણાવે છે કે, સોલેરીયમ
ઈ.એસ.આર હેઠળ આવતા વિસ્તારમાં ગુરૂદ્વારા પાસે આવેલ પટેલ ટ્રાવેલ્સની બાજુમાં સોલેરીયમ ઝોનની પાણીની આવકની મેઈન પાઈપ લાઈન લીકેજ થઇ છે.

જેને રીપેરીંગ કરવા તથા જુનો વાલ્વ કાઢી નવો વાલ્વ બેસાડવાની કામગીરી કરવાની હોવાથી
સોલેરીયમ ઈ.એસ.આર. ખાતે પાણી વિતરણ થઈ શકે તેમ ન હોવાથી આવતી કાલ
તા .૦૫/૮/ ૨૦૨૦ ના સોલેરીયમ ઈ.એસ.આરના ઝોન – બી હેઠળ આવતા વો.નં.ર, ૩વિસ્તારોમાં જેવા કે, ગાંધીનગર, મોમાઈનગર, મચ્છરનગર, રાંદલનગર, પટેલ કોલોની,શાંતીનગર, શાસ્ત્રીનગર, પટેલ કોલોની શેરી નં .૧ થી ૧૨ વિગેરે સંલગ્ન વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.

પાણી વિતરણ બંધના બીજા દિવસે પ્રથમ ઝોન – બી ત્યાર બાદના દિવસે ઝોન – એ રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે. એમ મહાનગરપાલિકાની વોટર વર્ક્સ વિભાગની યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here