જામનગર : જામનગર જિલ્લાના તાલુકા મથક પર આરટીઓ દ્વારા ફિટનેસ રિન્યુઅલની કામગીરી માટે કેમ્પ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. વાહનના ફિટનેસ કેમ્પમાં સામાજિક અંતર જળવાય રહે તે માટે રિન્યુઅલ માટે વાહનના છેલ્લા આંક મુજબ તેની નિર્ધારિત તારીખ અનુસાર ફિટનેસ કેમ્પ યોજાશે. આ માટે જામનગર મુ.નાઘેડી (આર.ટી.ઓ બિલ્ડિંગના મેદાન) ખાતે તા. ૦૮ જૂન ના રોજ ૧ અને ૨ નંબર ધરાવતા, ૯ જુનના રોજ ૩ થી ૪, ૧૦ જુનના રોજ ૫ થી ૬, ૧૧ જુનના રોજ ૭ થી ૮ અને ૧૨ જુનના રોજ ૯ અને ૦ વાહન નંબર ધરાવતા વાહનોનું ફિટનેશ કરવામાં આવશે.
ધ્રોલ ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે, બાયોડીઝલ ના પંપ પાસે તા ૧૫ ના રોજ ૧ અને ૨ નંબર ધરાવતા, ૧૬ જુનના રોજ ૩ થી ૪, ૧૭ જુનના રોજ ૫ થી ૬, ૧૮ જુનના રોજ ૭ થી ૮ અને ૧૯ જુનના રોજ ૯ અને ૦ વાહન નંબર ધરાવતા વાહનોનું ફિટનેશ કરવામાં આવશે.
કાલાવડ ખાતે મુ. જી.ઇ.બી ઓફીસની સામે, વાવડી રોડ ખાતે તા ૨૨ જૂન ના રોજ ૧ અને ૨ નંબર ધરાવતા, ૨૩ જુનના રોજ ૩ થી ૪, ૨૪ જુનના રોજ ૫ થી ૬, ૨૫ જુનના રોજ ૭ થી ૮ અને ૨૬ જુનના રોજ ૯ અને ૦ વાહન નંબર ધરાવતા વાહનોનું ફિટનેશ કરવામાં આવશે. માત્ર ઉપર જણાવેલ સ્થળ અને તારીખ ઉપર સૂચવેલ વિગતે જ વાહનોના ફિટનેસ થશે. હાલમાં કચેરી ખાતે ફિટનેસ બંધ રહેશે અને તેની જગ્યાએ તબક્કાવાર તાલુકા મથકે ફિટનેસની કામગીરી કરવામાં આવશે. જણાવ્યા મુજબના સ્થળ અને તારીખે ફિટનેસ કેમ્પમાં માત્ર ફિટનેસ રિન્યુઅલની કામગીરી થશે. ફિટનેસ રિન્યુઅલ માટે આવતા અરજદારે ઓનલાઇન અરજી અને ફી પેમેન્ટ કરીને વાહનને લાગુ પડતા ફિટનેસ કેમ્પના સ્થળ, તારીખ અને વાહનના છેલ્લા આંક મુજબ ફિટનેસ કામગીરી કરાવવા જવાનું રહેશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદી દ્વારા જણાવાયું છે.