જામનગર : વિશ્વ વિખ્યાત મંડળે મરી-મસાલાથી ગણપતિનું સર્જન કરી આપ્યો આવો સંદેશ, જાણો

0
1105

જામનગર : જામનગરના શ્રી દગડુશેઠ ગણપતિ મહોત્સવએ પચ્ચીસમાં વર્ષમાં પ્રવેશ કરેલ છે આ ગણપતિ મોહત્સવ દર વર્ષે નવા જ પ્રકાર ના અલગ અલગ કાર્યક્રમ ઉપર આયોજન કરતા હોય છે અને દર વર્ષે સમાજને અનોખો સંદેશ આપતા આવ્યા છે.  આ વર્ષે મા ગણપતિ મહોત્સવ એઈટ વન્ડર્સ ગ્રુપ દ્રારા મસાલાના ગણપતી અલંકૃત કરી બે સંદેશાઓ આપવામાં આવ્યા પ્રયાસ કર્યો છે.

અગાઉ આવી થીમ  બનાવી વર્લ્ડ રેકોર્ડ કીર્તિમાન કરાયા છે

છેલ્લા પચ્ચીસ વર્ષથી આ મંડળ દ્વારા ગણપતિની અનોખી આરાધના શરુ કરવામાં આવી છે. જેમાં સતત પાંચ વર્ષ થી ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવેલ છે. એઈટ વન્ડર્સ ગ્રુપ દ્વારા ગયા વર્ષોમાં જેમ કે ૨૦૧૨માં ૧૪૫ કિ.ગ્રા. ની ભાખરી બનાવી હતી તેમજ વર્ષ ૨૦૧૭ માં ૧૧૧૧૧ લાડુ (૮૭૪.૫ કિ.ગ્રા.) ૨૦૧૪ માં ૫૧.૬ ફુટની અગરબતી ૨૦૧૫ માં ૨૭૬૬ સ્કેવર ફીટ ની ગણેશજીની પ્રતીમાં બનાવેલ હતી ત્યાર બાદ ૨૦૧૭ માં સાત ધાનનો ૭૯૧.૫ કી.ગ્રા. નો ખીચડો બનાવીને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું

કેટલા મસાલાનો ઉપયોગ કરાયો ?

આ મુર્તી ની વિશીષ્ટા એ છે કે તે રસોડાની અંદર જમવાનું બનાવવામાં વપરાતી સામગ્રી જેવી કે જીરૂ , રાય, ધાણા, બાદીયા, તજ, લવીંગ, તમાલપત્રા, લાલ સુકા મરચા, હળદર, હીંગ તેમજ નમક (મીઠું) વગેરે નો ઉપયોગ કરવામાં આવ્યો છે એમ આયોજક મંડળ વતી ભરતસિંહ પરમારે જણાવ્યું છે.

હાથીની પ્રતિકૃતિ કેમ બનાવાઈ ??

આ વર્ષે કેરળમાં અસામાજિક સખ્સોએ એક હાથીને અનાનાસમાં બોમ્બ ફીટ કરી, એક અનાનસ ખવડાવી વિસ્ફોટ કરતા હાથીનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જેને લઈને દેશભરમાં કરુણાનો માહોલ ઉભો થયો છે. આ થીમને પણ આ વખતે વણી લઈને હાથી સહિતના અન્ય પ્રાણીઓ પર થઇ રહેલો અત્યાચાર રોકવા અને જાગૃતિભર્યો સંદેશ આપવામાં આવશે.  

મસાલાના ગણપતિ કેમ ?

હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે જેમાં જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એને કોરોનાએ વધુ પ્રભાવિત કર્યા છે. તેથી સમાજમાં રોગ પ્રતિકારક શક્તિ વધારતા યોગ્ય મરી મસાલાનો સમાજ વધુ ઉપયોગ કરે અને સ્વાસ્થ્ય વધુ સમૃદ્ધ બનાવે તેવા અનોખા સંદેશ સાથે આ વખતે મસાલાના ગણપતિ બનાવવામાં આવ્યા હોવાનું બકુલ નાનાણીએ જણાવ્યું છે.

ટીમના આ સભ્યોએ કરી છે રાત દિવસ મહેનત

આ એઈટ વન્ડર્સ ગ્રુપ દર વર્ષોની જેમ આ વર્ષે પણ આ સભ્યો દ્વારા એક નવી જ થીમ લઈને જાનવરો પર થતા અત્યાચાર ને રોકવા માટેની એક અપીલ કરતી થીમ લોકો સમક્ષ રજુઆત કરશે.  મંડળના બકુલ નાનાણી, કેવલસિંહ(રાણાભાઈ), ઇન્દ્રજીતસિંહ પરમાર, નિલેષસિંહ પરમાર, હરીશભાઈ, કલ્પેશ વાડોલીયા, જયેશ જોશી, દિલીપભાઈ મીસ્ત્રી, કપીલ સોલંકી, યોગેશભાઈ કણજારીયા, ગોપાલ ભટ, હિતેશભા શાહ, પ્રીયાભાઈ શાહ, કમલેશભાઈ ચાવડા, પુજારી નિલેષભાઈ રાજયગુરૂ સહિતનાઓના અથાક પ્રયાસો દ્વારા દુંદાળા દેવનું અનોખું સર્જન કરી સમાજને પણ અનોખો સંદેશ આપવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here