જામનગર : હપ્તા વસુલીના વાયરલ વિડીયોએ બે પોલીસકર્મીઓનો ભોગ લીધો ? શું કહે છે ASP ?

0
1258

જામનગર અપડેટ્સ : જામનગરમાં પખવાડિયા પૂર્વે સીટી સી ડીવીજનમાં એક સખ્સે પીએસઆઈની હાજરીમાં સીટી સી ડીવીજન પોલીસ દફતરની હપ્તાખોરીની કહાની કહી બીભત્સ વાણી વિલાસ આચરતા ખળભળાટ મચી ગયો હતો. આ બાબતનો લાઈવ વિડીયો વાયરલ થતા પોલીસની પ્રતિષ્ઠા ખરડાઈ હતી. જો કે જે તે સખ્સ અને વિડીયો શુટિંગ કરનાર સખ્સ સામે પોલીસે જે તે સમયે જ ફરિયાદ નોંધી અન્ય કોઈ આવી હિમ્મત ન કરે એવી કલમો મુજબ કાર્યવાહી કરી પણ લાંબા સમયથી જેની સામેં આક્ષેપ કરવામાં આવ્યા હતા તે પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં ન આવતા આશ્ચર્ય સર્જાયું હતું.

પોલીસ દફતરમાં જ યુવાનના સનસનાટી ભર્યા આક્ષેપ બાદ ગઈ કાલે સીટી સી ડીવીજન પોલીસ દફતરના બે પોલીસ કર્મીઓને જીલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરી દીધા છે. ડી સ્ટાફના ઓસમાણભાઈ અને ઋષિરાજસિંહ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ બેડામાં થતી ચર્ચા મુજબ બંને પોલીસકર્મીઓ સામે વાયરલ વિડીઓને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ એએસપી નીતેશ પાંડેએ આ બાબતનો છેદ ઉડાવી જણાવ્યું હતું કે આંતરિક બાબતમાં બંને પોલીસકર્મીઓની બેદરકારી સામે આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ જે તે વાયરલ વિડીઓને આ કાર્યવાહી સાથે સબંધ નથી એમ સ્પષ્ટ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here