જામનગર : જિલ્લામાં વધુ એક સગીરા અપહરણ-બળાત્કારની ઘટના, આરોપીઓ પકડાયા

0
837

જામનગર અપડેટ્સ : જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં નોંધાયેલ સગીરા અપહરણ પ્રકરણમાં પોલીસે આરોપીને પકડી પાડી સગીરાને મુક્ત કરાવી છે. સગીરાનું અપહરણ કરી આરોપીએ બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવતા આરોપી સામે બળાત્કારની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. જ્યારે આ પ્રકરણમાં આરોપીને મદદગારી કરનાર તેના અન્ય ચાર મિત્રોની પણ સંડોવણી ખુલતા પોલીસે તેઓની અટકાયત કરી છે.

જુલાઈ માસની શરૂઆતમાં જામજોધપુર પંથકના એક ગામમાં રહેતા એક પરિવારની સગીર પુત્રીનું અપહરણ કરવામાં આવ્યું હતું. લાલપુર તાલુકાના ભણગોર ગામેં રહેતો પ્રવિણ ગોવીંદભાઇ કરંગીયા નામનો શખ્સ આ સગીરાને તેના વાલીઓના વાલીપણામાંથી લલચાવી ફોસલાવીને લઈ ગયો હોવાની જામજોધપુર પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવાઈ હતી. ફરીયાદી ના કાયદેસરના વાલીપણા માથી અપહરણ કરી લઇ ગયેલ છે.
આ ફરિયાદના આધારે ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.સવસેટા સહિતના સ્ટાફે જુદી જુદી ટિમ બનાવી તપાસ હાથ ધરી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીના મીત્રો તથા આરોપીના સંપર્કમાં રહેલ તમામ ઇસમોની યાદી તૈયાર કરી તપાસ શરૂ કરી, જેમાં આરોપી પ્રવિણના સગડ મળી જતા પોલીસે ગત તા. ૪/૭/ ૨૦૨૧ના રોજ અને તેવોની સધન પુછપરછ કરી વિગતો મેળવેલ અને ગઇ તા. ૦૪/૦૭/૨૦૨૦ના રોજ જામજોધપુર તાલુકાના વેરાવળ ગામેં વાડી વિસ્તારમાંથી સગીરા સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ભોગબનનાર બાળા સાથે તેની મરજી વિરુધ્ધ અવાર-નવાર શારીરીક સંબંધ બાંધયો હોવાનું સામે આવતા તેની સામે બળાત્કારની ધારાઓ ઉમેરવામાં આવી હતી.
જ્યારે સગીરાનું અપહરણ કરવામાં મદદગારી અને આસરો આપનાર તેના મિત્રો વિજય કરસસનભાઈ કરમુર રહે ધરમપુર તા.લાલપુર જી.જામનગર, રમેશ કરાભાઇ વાઢીયા રહે સણોસરી ગામે તા.લાલપુર જી.જામનગર અને આલાભાઇ કાનાભાઇ ચાવડા ૨હે ભણગોર ગામે તા.લાલપુર જી.જામનગર વાળા શખ્સોની પણ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે આ તમામ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here