જામનગર: મોટરસાયકલ સવાર બે મિત્રોને ટ્રકે ચગદી નાખ્યા, કમકમાટી ભર્યા મોત

0
1574

જામનગરની ભાગોળે બાયપાસ રોડ પરના સાંઢીયા પુલ પર પુર ઝડપે દોડતા એક ટ્રકે મોટરસાયકલને ઠોકર મારી નીપજાવેલ ગમખ્વાર અકસ્માતમાં બાઈક સવાર બે મિત્રોના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા છે. પોલીસે ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરની ભાગોળે ખંભાળીયા બાયપાસ હાઇવે રોડ સાંઢીયા પુલ ચડતા રોડ પર ગઈ કાલે સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.  ચિંતનભાઇ વિઠલભાઇ સંઘાણી જાતે.પટેલ ઉવ-૩૩ ધંધો.પ્રા.નોકરી રહે-નંદનવન સોસાયટીનં-૦૨ રણજીતસાગર રોડ જામનગર વાળાના ભત્રીજા મિતભાઇ હીતેશભાઇ સંઘાણી ઉ.વ.૨૨ વાળા તથા ઉદયસિંહ ભાવસિંહ રાઠોડ ઉવ.૨૫ બંને મોટરસાયકલ પર પસાર થતા હતા ત્યારે અજાણ્યા ટ્રક ટેંકર ચાલકે પોતાના હવાલાવાળુ ટ્રક ટેન્કર પુરઝડપે બેફીકરાઇથી અને ગફલતભરી રીતે ચલાવી માનવ જીંદગી જોખમમા મુકી જોરદાર ઠોકર મારી અકસ્માત નીપજાવ્યો હતો. ટ્રકની ઠોકરે ચડેલ બંને બાઈક સવારોને માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા બંનેના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા હતા. આ બનાવ અંગે પંચકોશી બી ડીવીજન પોલીસે અકસ્માત નીપજાવી નાશી ગયેલ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધી, ટ્રક ચાલકની શોધખોળ શરુ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here