જામનગર: શહેરની ભાગોળે બાઇક આડે ખૂંટીયો ઉતર્યો, બે બાળકો ઘવાયા

0
620

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે મોડી સાંજે એક બાઇકની આડે ખૂંટીયો ઉતર્યો હતો, અને બાઈક ફંગોળાયું હતું, જેમાં બાઈક પર બેઠેલા બે બાળકો ઇજાગ્રસ્ત બન્યા છે. તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે.
જામનગર નજીક ખીજડીયા બાયપાસ રોડ પર સમરસ હોસ્ટેલ પાસે મોડી સાંજે એક રસ્તે રઝળતો ખૂંટિયો બાઈકની આડે ઉતર્યો હતો, જેથી બાઇક ફંગોળાઈ ગયું હતું.


જે બાઈકમાં બેઠેલા જામનગરના સંજનાબેન મુકુંદભાઈ કણજારીયા, અને યસ મુકુંદભાઈ કણજારીયા નામના બે ભાઈ-બહેન, કે જેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા, અને કપાળના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં નાની મોટી ઈજા થઈ હોવાથી બંનેને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બંનેની સઘન સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here