જામનગર: SP ડેપોમાં વડી કચેરીનું ચેકીંગ, દારૂની ખાલી બોટલો મળી આવી

૫૩ વર્ષ જુના એસ.ટી. ડેપો ની જર્જરીત હાલત તેમજ ઠેર ઠેર કચરાના ઢગલા- દારૂની બોટલ- કોથળીઓ નજરે પડ્યા હોવાથી ટિમ આશ્ચર્યચકીત

0
1141

જામનગરના એસ.ટી. ડેપોના નવીનીકરણ કરવા માટેની વાત ચાલી રહી છે, ત્યારે અમદાવાદના ઉચ્ચ અધિકારીઓની ટીમ આજે સ્વચ્છતા અંગેની ચકાસણી અર્થે જામનગર આવી હતી, ત્યારે એસ.ટી. ડેપો ની હાલત તદ્દન જર્જરિત તેમજ ઠેર કચરા ના ઢગલા તેમજ દારૂની કોથળીઓને દારૂની બોટલો વગેરે વગેરે જોવા મળતાં અધિકારીઓની ટીમ પણ આશ્ચર્યચકિત થઈ છે, અને તે અંગેનો રિપોર્ટ તૈયાર કર્યો છે.


જામનગરનું એસ.ટી. ડેપો કે જેનું નિર્માણ આજથી ૫૩ વર્ષ પહેલાં થયું હતું. જે એસ.ટી. ડેપો ની હાલત અત્યંત જરૂરી છે. રાજ્યના અનેક એસ.ટી. ડેપોના નવીનીકરણ થઈ ગયા છે, અને જામનગરના એસટી ડેપોની નવીનીકરણની વાત પણ ચાલી હતી, અને રાજ્ય સરકાર તેમજ જામનગર ના શહેર જિલ્લાના રાજકીય આગેવાનોના પ્રયાસોથી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તથા ગ્રહમંત્રી દ્વારા નવું એસ.ટી. ડેપો બનાવવા માટેની હૈયા ધારણાં અપાયા પછી આજે અમદાવાદની એક ટીમ સ્વચ્છતા અંગેની ચકાસણી અર્થે જામનગર આવી પહોંચી હતી.
અમદાવાદના એસ.ટી. ડિવિઝન અને એમ. ઈ. ઓ. એમ.ડી. શુક્લા તેમજ વિભાગીય નિયામક બી.સી. જાડેજા જામનગર આવી પહોંચ્યા હતા, અને તેઓ દ્વારા આજે એસ.ટી. ડેપો નું બારિકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ સમગ્ર ડેપોની ચકાસણી દરમિયાન એસ.ટી. ડેપો ની હાલત તદ્દન જર્જરીત જોવા મળી હતી. ત્યારબાદ એસ.ટી. ડેપોના અનેક સ્થળોએ ખૂબ જ કચરો અને સાફસફાઈ નો અભાવ જોવા મળ્યો હતો.


ત્યારબાદ એસટી ડેપોના ડ્રાઇવરના રૂમમાં દેશી દારૂની કોથળીઓ અને ઇંગલિશ દારૂ ની ખાલી બોટલો વગેરે મળી આવતાં અધિકારીઓ આશ્ચર્યચકિત બન્યા હતા. સમગ્ર ચકાસણીને કાર્યવાહી નો વિડીયો બનાવ્યો હતો, તેમજ તેનો રિપોર્ટિંગ પણ કરવામાં આવ્યો છે, અને તેનો અહેવાલ તૈયાર કરાઈ રહયો છે. આ કાર્યવાહીને લઈને સ્થાનિક એસ.ટી તંત્રમાં ભારે દોડધામ થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here