જામનગર: બંધ મકાનમાં સવા લાખના મુદ્દામાલની ચોરી

0
477

જામનગરમાં હર્ષદમિલની ચાલી વિસ્તારમાં આવેલ પ્રણામી ટાઉનશીપમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો અઢી તોલા દાગીના અને ૨૦ હજારની રોકડ સહીતનો મુદ્દામાલ ચોરી કરી ગયાની ઘટના પ્રકાશમાં આવી છે. મકાનમાલિક દંપતી પરિવાર સાથે ઉપરના માળ રૂમમાં સુઈ ગયા બાદ ચાલક તસ્કરોએ ઉપરના રૂમને ઉપરથી બંધ કરી દઈ નીચેના રૂમને નિશાન બનાવી આરામથી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

જામનગરમાં પ્રણામી ટાઉનશીપ-૩, બ્લોક નં.૧૭૭, ધન અપુર્વા સોસાયટી પાછળ, હર્ષદમીલની ચાલીમાં રહેતા રાજેંદ્રભાઇ મહેશભાઇ આસીયાણીના રહેણાક મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું. દરેડ ફેસ ૩ માં આવેલ પ્લમટેક ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં સુપરવાઈઝરની નોકરી કરતા રાજેન્દ્રભાઈ ગત તા.૦૫/૦૯/૨૦૨૨ના રોજ રાત્રે દોઢેક વાગ્યે પોતાના ઉપરના માળે આવેલ રૂમ પર પરિવાર સાથે સુઈ ગયા હતા. વહેલી સવારે છ્યેક વાગ્યે જગ્યા બાદ દરવાજો ખોલવા જતા ઉપરથી બંધ હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને તેઓએ પોતાના પાડોશી મિત્રને ફોન કરી દરવાજો ખોલવા કહ્યું હતું. પાડોશી મિત્રએ દરવાજો ખોલ્યા બાદ નીચે જઈને જોયું તો રૂમના તાળા તૂટેલ હતા. જેને લઈને પત્નીને જગાડી રૂમમાં તપાસ કરતા ચોરી થઇ હોવાનો તાગ મળ્યો હતો.

ઉપરના રૂમનો દરવાજો બંધ કરી ચાલક તસ્કરો નીચેના રૂમના મેઇન દરવાજાનો નકુચો તોડી, લોખંડની તીજોરીનુ લોકર તોડી, તેમા રાખેલ રૂપિયા ૯૦ હજારની કિંમતનું આશરે બે તોલા વજનનુ સોનાનું મંગલસુત્ર તેમજ રૂપિયા ૧૨,૫૦૦ની કીમતના અડધા તોલા ઉપરાંત વજનનું શ્રીનાથજી કોતરાવેલ સોનાનુ પેડલ તથા બે સોનાના દાણા જે મળી કુલ રૂપિયા ૧,૦૨,૫૦૦ના સોનાના દાગીના તથા રોકડા રૂપીયા ૨૦,૦૦૦ સહિત રૂપિયા આશરે કિ.રૂ.૧,૨૨,૫૦૦ના મુદ્દામાલની ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું છે જેને લઈને ખાનગી નોકરી કરતા રાજેન્દ્રભાઈએ અજાણ્યા સખ્સ સામે સીટી એ ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મકાન માલિક દંપતી, તેનો પુત્ર અને પિતરાઈ ભાઈ નીચે રૂમમાં તાળા મારી ઉપરના રૂમમાં સુતા હતા ત્યારે ચોરી થવા પામી હોવાનું સામે આવ્યું છે. જે તે સમયે ચોરી અંગે જાણ કરી મકાન માલિક કામ સબબ બહાર ગામ ગયા હતા. લાંબા સમય બાદ પરત આવતા તેઓએ ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here