જામનગર : રંગમતી ડેમનું પાણી છોડાયું, આ વિસ્તારના લોકો ચેતે, ગભરાય નહિ

0
1254

જામનગર અપડેટ્સ : જામનગર શહેરમાં સપ્તાહ પૂર્વે વગર વરસાદે આવેલ પાણીએ ભારે તારાજી સર્જી છે. આ તારાજીમાંથી બેઠા થતા હજુ મહિનાઓ નીકળી જશે ત્યાં તંત્ર દ્વારા વધુ એક ચેતવણી આપવામાં આવી છે. જામનગરની  ઉપરવાસમાં ચેલા પાસે આવેલ રંગમતી ડેમના ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે ફરી ડેમના દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.

રંગમતી ડેમના ઉપરવાસમાં પાણીની આવક ચાલુ થતા ડેમ ની નિર્ધરતી સપાટી જાળવવા માટે છ વાગ્યે 1 દરવાજો 1 ફૂટના અંતરેથી ખોલવામાં આવ્યા છે. જેને લઈને ચંગા,ચેલા,નવા નાગના,જૂના નાગના, દરેડ,જામનગર શહેરના વિસ્તારો તથા નવાગામ ઘેડ વિસ્તારના રહેવાસીઓને સચેત કરવામાં આવ્યા છે. સિંચાઈ અને વહીવટી પ્રસાસન દ્વારા તાત્કાલિક સંદેશ છોડવામાં આવ્યો છે અને લોકોને ગભરાઈ નહી પરંતુ તકેદારી રાખે એમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here