જામનગર: વિપક્ષી નેતાએ કહ્યું કમિશ્નરને ‘અતિમવિધિનો ખર્ચ મહાનગરપાલિકા કેમ ન ચુકવે?’

0
423

અંતિમ વિશામો એટલે અંતિમ સંસ્કારવિધિ, પણ જામનગર સિવાય અન્ય મહાનગરોમાં આ વિધીનો ખર્ચ મહાનગરપાલિકા ચુકવતી હોય છે. પણ જામનગરમાં અતિમ સંસ્કારની વિધિ દાયકાઓથી આ સેવાભાવી સંસ્થા કરે છે. જો કે આ કાર્ય માટે સંસ્થા નિભાવ ખર્ચ જે તે મૃતકના પરિજનો પાસેથી વસુલે છે. ત્યારે વેરો વસુલતી મહાનગરપાલિકા આ ખર્ચ ભોગવે એમ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલ નંદાએ જણાવી કમિશ્નર સમક્ષ માંગણી કરી છે.

જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલભાઈ નંદાએ કમિશ્નર મોદીને અંતિમવિધિના ખર્ચને લઈને રજૂઆત કરી છે. વિપક્ષી નેતાએ કરેલ રજૂઆત મુજબ, ગુજરાતની રાજકોટ,અમદવાદ,જુનાગઢ સહિત અન્ય મહાનગરપાલિકામાં સ્મશાન નીભાવનો ખર્ચ મહાનગરપાલિકા ભોગવે છે. જયારે જામનગર શહેરમાં આવેલ માણેકબાઈ સુખ ધામ સ્મશાન જે ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા આ ટ્રસ્ટને કોઇપણ જાતનો નિભાવ ખર્ચ આપવામાં આવતો નથી. પરિણામે અંતિમવિધિનો ખર્ચ મૃતકના પરિવારજનો અથવા તો તેમના સગાસબંધીઓ પાસેથી ટ્રસ્ટ દ્વારા વસુલ કરવામાં આવે છે. જે પરિવારમાં મૃત્યુ થયું હોય તેઓને અંદાજીત ૧૫૦૦ થી ૨૦૦૦ રૂપિયા તાત્કાલિક વ્યવસ્થા કરી મૃતકોના અંતિમક્રિયા માટે જવું પડે છે. આ વ્યવહાર ખરેખર માનવતા સામેનું હીન કૃત્ય કહી શકાય, કેમ કે મહાનગરપાલિકાના તમામ ટેક્સ પ્રજા ભરતી હોય તો તેઓને આવા વધારાના ખર્ચ માંથી મુક્તિ આપવી જોઈએ.

વધુમાં વિપક્ષી નેતાએ રજૂઆતમાં પ્રશ્ન કરી કહ્યું છે કે, ગાંધીનગર વિસ્તારમાં આવેલ સ્મશાનનો નિભાવ ખર્ચ રિલાયન્સ દ્વારા આપવામાં આવે છે. તો શું જામનગર મહાનગરપાલિકા હાલમાં ટ્રસ્ટ કાર્યરત સ્મશાનનો નિભાવ ખર્ચ મહાનગરપાલિકા ન આપી શકે ? આ વર્ષ પણ બજેટમાં ત્રીજા સ્મશાન બનાવવાની જાહેરાતો કરવામાં આવી છે તે ક્યારે બનશે તેતો રામજાણે કારણકે આ સ્મસાન માટે પૂર્વ નગરસેવક દેવશીભાઈ આંદોલન કરી કરીને થાકી ગયા હતા. છતાં પણ જામનગર મહાનગરપાલિકાએ સ્મશાન માટે કોઈ તૈયારી બતાવી ન હતી. આ પ્રકારની સ્કીમ તાત્કાલિક શરૂ કરો જામનગરના લોકોને વિના મુલ્ય સ્મશાનમાં અગ્નિસંસકારની સુવિધા મળે તે જરૂરી છે. મોટાભાગના લોકો અગ્નિસંસકાર માટે રૂપિયા આપતા હોય છે પરંતુ ગરીબ લોકોને લાભ મળે, દરરોજ ૫ થી ૬ મૃતદેહના અગ્નીવિધિ થાય છે. કોર્પોરેશનને જેટલો ખર્ચ થાય તે ખર્ચ ભોગવવો પડે તો તે માટે તૈયાર રહેવું જોઈએ. આ માટે સરકાર ઉદાર દિલ રાખી અન્ય પ્રોજેક્ટની જેમ ગ્રાન્ટ આપવી જોઈએ એમ અંતે વિપક્ષી નેતાએ જણાવી યોગ્ય કરવાની માંગણી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here