જામનગર: ડેમમાં ન્હાવા જવાનું કહી નીકળેલ યુવાનનો મૃતદેહ ડેમમાંથી મળ્યો

0
558

જામનગર નજીકના કાલાવડ તાલુકાના નવાગામમાં વાડી વિસ્તારમાં છેક મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી મજુરી કામ કરવા આવેલ યુવાન ડેમમાં ન્હાવા જવાનું કહી વાડીએથી નીકળ્યા બાદ લાપતા બહ્યો હતો. જામનગર અને કાલાવડ ફાયરની ટીમે સતત બે દિવસ સુધી ડેમમાં યુવાનની શોધખોળ કાર્ય બાદ આખરે તેમનો મૃતદેહ હાલ લાગ્યો હતો. જેને લઈને શ્રમિક પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નવાગામ ગામમાં પંચકોષી સીમમા આવેલ મુકેશભાઇ વીઠલભાઇની વાડી પાસે આવેલ વીરડીવાળા ડેમમાં ન્હાવા પડેલ તેજારામ ગોપાલજી રાઠોડ ઉ.વ.૩૦ રહે- મુળ રહે-ચીરડી તા.તરણા જી.ઉજજૈન(એમ.પી.) વાળા યુવાનને મૃતદેહ ડેમમાંથી મળી આવ્યો છે. આ યુવાન ગત તા.૧૪મીના રોજ વાડીએથી પોતાની પત્ની ચંદાબેનને ડેમમાં ન્હાવા જવાનું કહી નીકળ્યા બાદ પરત નહી આવતા ગુમ થયો  હતો. જેને લઈને કાલાવડ અને જામનગરથી ફાયરની ટીમોને બોલાવવામાં આવી હતી. ગુમ થયેલ યુવાન મુકેશભાઇ વીઠલભાઇની વાડીએ તેમની ૫ત્ની સાથે કપાસ વીણવાનુ કામ કરતા હતો. યુવાન ગુમ થતા સ્થાનિક તરવૈયાઓએ પણ મહેનત કરી હતી. પરંતુ યુવાનનો પતો નહી લગતા આખરે ફાયરને જાણ કરવામાં આવી હતી. અંતે બીજા દિવસે ફાયરની ટીમોએ યુવાનનો મૃતદેહ ડેમ અંદરથી શોધી કાઢ્યો હતો. આ બનાવ અંગે જાણ થતા કાલાવડ ગ્રામ્ય પોલીસ દફતરનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હતો. પોલીસે મૃતકનો કબજો સંભાળી, એસ.આર.ચાવડા એ.એસ.આઇ કાલાવડ ગ્રામ્યએ તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here