જામનગરમાં જોગસપાર્ક પાસે સ્વીફટ માર્ટ સામે આવેલ રીધ્ધી સીધ્ધી શાકભાજીની દુકાનની બાજુમા રોડ પરથી બે દિવસ પૂર્વે એકટીવાની ચોરી કરનાર સખ્સને એલસીબી પોલીસે પકડી પાડી ચોરાઉ એકટીવા કબજે કર્યું છે. મૂળ તાલાલાના અને હાલ જામનગરમાં રહી મજુરી કામ કરતા આરોપીનો કોવીડ ટેસ્ટ કરાવવવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાં બે દિવસ પૂર્વે તા.૧૪/૦૨/૨૨ના રોજ સાંજે પાંચથી છ વાગ્યાના ગાળા દરમિયાન જોગસપાર્ક પાસે સ્વીફટ માર્ટ સામે આવેલ રીધ્ધી સીધ્ધી શાકભાજીની દુકાનની બાજુમા રોડ પરથી જયેશભાઇ કાનજીભાઇ પરમાર રહે.મોરકંડા રોડ, કાલાવાડ આઉટ સાઇડ,બાલનાથ મંદીરની બાજુમા જામનગર વાળાની ગ્રે કલરની સુજુકી એકસેસની ચોરી થવા પામી હતી. જીજે ૧૦ સીએસ ૯૮૮૬ નંબરની મોટરસાયકલ ચોરી થઇ જતા જયેશભાઈએ સીટી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે એલસીબીએ તપાસ હાથ ધરી હતી. રૂપિયા ત્રીસ હજારની કીમતના મોટરસાયકલની ચોરી થઇ જતા પોલીસે ટેકનીકલ ટીમ ની મદદથી તપાસ હાથ ધરી, ગુલાબનગર વિસ્તારમાં રહેતા મૂળ તાલાલાના આરોપી નરેશ પરમારને પકડી પાડ્યો હતો. પોલીએ આ સખ્સના કબ્જામાંથી એક્સેસ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૂળ ગીરસોમનાથ જીલ્લાનો તાલાલાનો આરોપી થોડા વર્ષોથી ગુલાબનગર વિસ્તારમાં રહી મજુરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ સખ્સના કોવીડ ટેસ્ટ હાથ ધરી આરોપીની ધરપકડ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાઈક ચોરીના કેસમાં જ અંદર થયો, પેરોલ પર છૂટ્યો ને બાઈક ચોરી કરી
જામનગરમાં મજુરી કામ કરવામાં પૈસા ઓછા મળતા આરોપી નરેશ ચોરીના રવાડે ચડ્યો હતો. અગાઉ એક બાઈક ચોરી કરી હતી. પરંતુ આરોપી પોલીસના હાથ પકડાઈ ગયો હતો. કાયદાકીય કાર્યવાહી બાદ આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જ્યાંથી તાજેતરમાં પેરોલ પર તે મુક્ત થયો હતો. પેરોલ મળતા જ આરોપીએ જુનો ધંધો શરુ કરી દીધો હોય તેમ બીજા જ દિવસે એક્સેસ ચોરી કરી હતી. પરંતુ આ વખતે પણ તે પોલીસના હાથ ચડી ગયો છે.