જામનગર: તમે વાપરતા હોય તે બ્યુટી પ્રોડક્ટ નકલી હોઈ શકે, ત્રણ દુકાનમાંથી પકડાયો જથ્થો

0
472

જામનગર: શહેરમાં બર્ધન ચોક અને લીંડી બજારમાં આવેલ જુદી જુદી દુકાનોમાં હિન્દુસ્તાન લીવર કંપનીના સ્ટાફે ચેકિંગ કરતા બ્યુટી પ્રસાધનનો પોતાની બ્રાંડનો નકલી જથ્થો મળી આવ્યો છે. એચએલ કંપનીના મહિલા કર્મચારીએ ચારેય વેપારીઓ સામે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરાવી છે. ચારેય વેપારીઓ પાસેથી એક લાખ ઉપરાંતનો જથ્થો મળી આવ્યો છે.

જામનગરમાં અમુક વેપારીઓ પોતાની કંપનીની નકલી પ્રોડક્ટ બજારમાં ઠાલવી વેપાર કરી ગ્રાહકોને લુટી રહ્યા હોવાની હિન્દુસ્તાન લીવર કંપનીને ફરિયાદ મળી હતી.જેના આધારે કંપનીની ટીમે ગઈ કાલે બર્ધન ચોક અને લીંડી બજારમાં ચેકિંગ કર્યું હતું.જેમાં બર્ધનચોક જુમા મસ્જીદ સામે આવેલ કરીમજી ઇસ્માઇલજી અતરવાલા નામની દુકાનમાંથી “હિન્દુસ્તાન યુનીલીવર લીમીટેડ કંપની” ની પ્રોડક્ટસ Lakme ની ૧૫ આઇટમની ૫૬ નંગ જેની કિ.રૂ.૧૮,૧૯૦/- નો ડુપ્લીકેટ મુદ્દામાલ તથા બર્ધનચોક લીંડીબજાર સાથરીયા બજારમાં આવેલ એસ.એ.કોઇચા નામની દુકાનમાંથી “હિન્દુસ્તાન યુનીલીવર લીમીટેડ કંપની” ની પ્રોડક્ટસ Lakme ની ૧૧ આઇટમની ૬૨૨ નંગ તથા એલી-૧૮ ની ૧ આઇટમની ૩૯ નંગ જેની કુલ કિ.રૂ.૧,૧૩,૧૬૬/- નો ડુપ્લીકેટ મુદ્દામાલ તથા મહાલક્ષ્મી ચોકમાં આવેલ પંચરત્ન બ્યુટી સીલેક્શન નામની દુકાનમાં “હિન્દુસ્તાન યુનીલીવર લીમીટેડ કંપની” ની પ્રોડક્ટસ Lakme ની ૧૩ આઇટમની ૧૨૮ નંગ તથા એલી-૧૮ ની ૧ આઇટમની ૦૫ નંગ જેની કુલ કિ.રૂ.૪૫,૬૯૦/- નો ડુપ્લીકેટ મુદ્દામાલ મળી આવ્યો હતો.

જેને લઈને કંપનીના મહિલા કર્મચારી નયનતારા ડેમીડેવીડ પી.કે.ડેવીસ ડેમીએ અલીઅસગર કુરબાનભાઇ અતરવાલા, રહે.  બર્ધનચોક મુલ્લામેડી રોડ જામનગર મો.નં-૯૮૨૪૬૩૯૧૫૨ તથા, મુસતફાભાઇ શબીરભાઇ કોઇચા, રહે. કાલાવડ નાકા બહાર ગેલેક્સી પાર્ક અલમદા સોસાયટી એપાર્ટમેન્ટ ફ્લેટ નં-૫૦૩ જામનગર મો.નં-૯૯૭૮૮૭૨૦૦૮ તથા સચીન સુભાષભાઇ વૈયાટા રહે. સાધના કોલોની ગુજરાત હાઉસીંગ બોર્ડ એ-વીંગ બ્લોક નં-૩૦૮ જામનગર વાળાઓ સામે કોપી રાઇટ એક્ટ ૧૯૫૭ ની કલમ -૫૧(બી), ૬૩ મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

જામનગરમાં અનેક દુકાનો આવેલ છે જેમાં બજાર ભાવ કરતા પણ સાવ મામુલી રકમમાં સૌન્દર્ય પ્રસાધનો મળી રહ્યા છે આ દુકાનો પર પણ ચેકિંગ કરવામાં આવે તો નકલી પ્રોડક્ટનું મોટું રેકેટ સામે આવે એમ હોવાનું સુત્રો દાવો કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here