જામનગર : એકાએક બસ ચાલુ થઈ જતા નીચે પડી ગયેલ પ્રૌઢ પરથી ટાયર ફરી વળ્યું

0
656

જામનગર : બે દિવસ પૂર્વે જામનગર નજીકના દરેડ ગામે સીટી બસમાં ચડતી વેળાએ ચાલકે બસ ચાલુ કરી દેતા પગથીયા પરથી નીચે પડી ગયેલ પ્રૌઢના પગ પરથી ટાયર ફરી વળ્યું છે. જેમાં પ્રૌઢને ફેકચ૨ સહિતની ઈજા પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

 
જામનગર નજીકના લાલપુર રોડ પર આવેલ દરેડ ગામે ગત તા. ૨૧મીના રોજ સવારે સાડા દસેક વાગ્યે મસીતીયા રોડ પર ફકીરમામદ જુસબભાઇ ખફી ઉવ ૫૫ સીટી બસની રાહ જોતા હતા. ત્યારે આવેલ જીજે ૧૦ ટીવાય ૫૮૪૭ નંબરની સીટી બસમાં આ પ્રૌઢ ચડતા હતા ત્યારે ચાલકે એકાકે બસ ચાલુ કરી દેતા તેઓ પગથીયા પરથી નીચે પડી ગયા હતા. જેમાં બસનું ટાયર તેના પગ પરથી ચડી જતા ડાબા પગના પંજા ઉપરથી ફરી ગયેલ અને પંજામા ઇજા થયેલ ડાબા પગની આંગળીઓ નીચે ટાંકાઓ આવેલ તેમજ ટચલી આંગળીઓમા ફ્રેક્ચર સહીતની ઈજાઓ પહોચી હતી. આ બનાવ અંગે સારવાર લીધા બાદ પ્રૌઢે સીટી બસના ચાલક સામે પંચકોશી બી ડીવીજન પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here