Exclusive : ઓખાના દરિયા કિનારે શંકાસ્પદ બોટનું લેન્ડિંગ, શુ કહે છે એસપી ?

0
825

જામનગર : 26/11ની વસમી અને કારમો ભૂતકાળ ક્યારેય વિસરી નહિ શકાય, આ હુમલામાં સીમા પરથી આવેલ આંતકીઓએ પ્રથમ વખત દરિયાઇ સીમાડાઓનો ઉપયોગ કરી મુંબઈમાં માતમ ઉભો કર્યો હતો. વસમી વરસીને બાર વર્ષના વાણા વાઈ ગયા છતાં એ કારમો દિવસ આજે પણ અકડાવી રહ્યો છે. ત્યારે વધુ એક વખત હાલારના દરિયા કિનારે વધુ એક વખત શંકાસ્પદ બોટની ચહલ પહલ નજરે પડી છે. આધારભૂત વર્તુળમાંથી મળેલ વિગત મુજબ ઓખા નજીકના દરિયાઈ સીમાડા પાસે એક શંકાસ્પદ બોટ લેન્ડ થઈ છે. જેને લઈને પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.

ફાઇલ ફોટો….

દ્વારકા એસપી વાઘેલાના જણાવ્યા અનુસાર, જે બોટ મળી છે તે મહારાષ્ટ્રની છે. કોઈ ખામી સર્જાતા અહીં આવી ગઈ છે. જો કે ખલસીઓની ગેર હાજરી અંગે તેઓએ કોઈ ખુલાસો કર્યો નથી. ત્યારે આ ઘટનાને લઈને તમામ એજસીઓએ હાલ ગ્રાઉન્ડ ઝીરોની વાટ પકડી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here