બાય બાય : ગુંડાગીરી વધશે ત્યારે ત્યારે SP દીપન ભદ્રન યાદ આવશે

0
1568

જામનગરમાં વધી રહેલ કુખ્યાત જયેશ પટેલની ગુંડાગીરીને લઈને સરકારે રાજ્યના ટોપ મોસ્ટ આઈપીએસ કોપ દીપન ભદ્રનની નિમણુક કરી માત્ર જયેશ પટેલની ગુનાખોરી સામે નિયંત્રણ મેળવી નામના ઉભી કરી હતી. આ ઓપરેશન અંતિમ તબ્બકામાં છે ત્યારે રાજ્ય સરકારે પ્રમોશન પામેલ જામનગર એસપી દીપન ભદ્રનને રાજ્યની ટોચની પોલીસ એજન્સી એટીએસના ડીઆઈજી તરીકે બદલી કરી છે. આ સાથે અન્ય છ આઈપીએસને પણ બદલાવવામાં આવ્યા છે.

જામનગર સહિત રાજ્યભરમાં બહુ ચર્ચિત જામનગરના કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલના વધતા જતા ગુનાગીરીના પ્રભાવ સામે રાજ્ય સરકાર સખ્ત બની હતી. સિરદર્દ બનેલ જયેશ પટેલ અને તેના ગુનાખોરી આચરતા વાઈટ કોલર ગુંડાઓને નાથવા માટે સરકારે આઈપીએસ દીપન ભદ્રનની સ્પેશ્યલ એસપી તરીકે નિમણુક કરી હતી. વર્ષ ૨૦૨૦માં ૨૪ સપ્ટેમ્બરના રોજ એસપી તરીકે જામનગર આવ્યા બાદ ભદ્રને એલસીબી અને એસઓજીનું વિસર્જન કરી નાખી પોતાની ટીમને હવાલે બંને બ્રાંચ કરી ઓપરેશન જયેશ પટેલ હાથ ધર્યું હતું. પ્રથમ તબ્બ્ક્કામાં પોલીસે જયેશ પટેલના ગુના આચરતા ગુંડાઓને તાબે કરી જેલ ભેગા કરી દીધા હતા. જયારે બીજા તબક્કામાં જયેશ પટેલ સાથે સંકળાયેલ ભાજપના પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી, પૂર્વ પોલીસકર્મી વસરામ આહીર, બિલ્ડર નીલેશ ટોલિયા, બિલ્ડર મુકેશ અભંગી અને તેના ભાઈ રમેશ સહિતના ૧૪ સખ્સો સામે ગુજસીટોક કાયદા મુજબ ફરિયાદ નોંધી હતી. જેમાં જયેશ પટેલના વકીલ વસંત માનસતાની સંડોવણી સામે આવતા પોલીસે તેના સહીત ૧૪ સખ્સોની ધરપકડ કરી હતી. જયારે જયેશ પટેલ સહીત અન્ય ચાર સખ્સો આજ દિવસ સુધી જામનગર પોલીસ પકડથી દુર રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જયેશ પટેલની  લંડન ખાતે ધરપકડ કરી લેવામાં આવતા આ પ્રકરણ પર પૂર્ણ વિરામ મુકાયું હોય તેમ પોલીસના હાશકારા પરથી સામે આવ્યું છે.

જામનગરમાં જયેશ પટેલની ગુનાખોરી સામે સ્પેશ્યલ ઓપરેશન ચલાવનારા એસપી દીપન ભદ્રનને અગાઉથી જ સરકારે પ્રમોશન આપ્યું હતું. જયારે ગઈ કાલે સાત આઈપીએસ અધિકારીઓની બદલી કરી છે જેમાં જામનગર એસપી દીપન ભદ્રનને એટીએસના ડીઆઈજી તરીકે પ્રમોશન આપી બદલી કરવામાં આવી છે. બીજી તરફ જામનગર એસપીની ખાલી પડેલ જગ્યાએ દીપન ભદ્રનની ટીમના અને ઓપરેશન જયેશ પટેલમાં અગ્ર ભૂમિકા ભજવનાર આઈપીએસ અને હાલના એએસપી નીતેસ પાંડેને જામનગર એસપી તરીકેનો ચાર્જ સોપવામાં આવ્યો છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here