જામનગર : જામનગર જીલ્લામાં આજે પણ મેઘાવી માહોલ વચ્ચે બે તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં જોડિયા તાલુકા મથકે અને ગ્રામ્યમાં પણ ત્રણથી પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો જયારે જામજોધપુર તાલુકા મથકે અને ગ્રામ્યમાં વરસાદ પડી જતા કોઝ વે પરથી પાણી ફરી વળ્યા હતા. જેમાં બંને તાલુકામાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. જો કે સમય સંજોગે મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.
જીલ્લામાં છેલ્લા ચાર દિવસથી ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે. જોડિયા અને જામજોધપુરમાં આજે મહતમ વરસાદ પડ્યો હતો. જોડીયામાં ભારે વરસાદના કારણે કોઝ વે પરથી પસાર થતો એક ટ્રક ફસાઈ ગયો હતો. જયારે તાલુકાના મથકના નીચાણ વાળા વિસતારોમાં રહેણાંક મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. જામજોધપુર તાલુકા મથકે દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ પડ્યો હતો.જેને લઈને આજે પણ વેણુ નદી બે કાંઠે આવી હતી.
જેમાં સીદસર નજીક કોઝ વે પર ઘસમસતા પુરમાં એક કાર ફસાઈ હતી. ૧૫ થી વીસ મિનીટ સુધી કાર ફસાઈ જતા કાર સવારો મુસીબતમાં મુકાયા હતા.પરંતુ સમય સંજોગે ગ્રામજનો વહારે આવ્યા હતા. અને ટ્રેક્ટરની મદદથી કારને સલામત રીતે પરત કિનારે લઇ જવામાં આવી હતી. કારમાં સવાર યુવાનો આરોગ્ય કર્મચારીઓ હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે પણ આ જ સ્થળે એક કાર ઘસમસતા પુરમાં ફસાઈ હતી. આ કાર સવારોનું પણ ગ્રામજનોએ રેસ્ક્યુ કરી ઉગારી લીધા હતા
જુઓ તારાજીનો વિડીઓ