સિક્કા : વીજ કંપનીની વાડ જ ચીભડા ગળી ગઈ, ઈજનેરને સંડોવતું વાયર કૌભાંડ

0
1305

જામનગર : જામનગર જીલ્લાના સિક્કા થર્મલ પાવર સ્ટેશનમાં જેટકો વીજ કંપનીમાં ફરજ બજાવતા જૂનીયર વીજ ઈજનેર અને એની સાથેના કર્મચારીઓએ કોપર વાયરને સગેવગે કરવાનું કૌભાંડ આચર્યું હોવાની એફઆરઆઈ સ્થાનિક પોલીસ દફતરમાં નોંધાવવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર પ્રકરણ સ્ટેશનની સિક્યુરીટી સંભાળતી સીઆઈએસએફના ગાર્ડ દ્વારા ઉજાગર કરવામાં આવ્યું છે.

સિક્કા ટીપીએસની જ્યારથી સીઆઈએસએફ દ્વારા સિક્યુરીટી વ્યવસ્થા સંભાળવામાં આવી છે ત્યારથી કંપનીમાં ચાલતા ગેરકાયદેસરની પ્રવૃત્તિ પર નિયંત્રણ આવ્યું છે. તાજેતરમાં આ જ સીક્યુરીટીના ગાર્ડ દ્વારા ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોપોરેશન લીમીટેડ (જેટકો) કંપનીના સીકકા થર્મલ પાવર પ્લાન્ટમા  આવેલ ઓઈલ ટેન્કમાં પડેલ કોપર વેવટ્રેપ મટીરીયલ્સની રીંગોના ૧૩૨ ટુકડાઓ કબજે કરવામાં આવ્યા હતા. રૂપિયા ૫૩,૪૬૦ની કિંમતના આ ટુકડાઓ કટકા કરી ઉચાપત કરવાના આસયથી કંપનીના જ જુનીયર એન્જીનીયર વિરલ નરેન્દ્રભાઇ વીસરોલીયા રહે-જામનગર,  અરવીદ નાગાભાઇ ઓડેદરા રહે-જામનગર, વિક્રમ લાલસીગ વાઘેલા ડી.સી.સી ૬૬ કે.વી સ્ટેશન, પ્રકાશ વાઘજીભાઇ કટારા રહે-સિકકા જુની કોલોની ડી.સી.સી ૬૬ કે.વી સ્ટેશન વાળાઓએ અહી રાખ્યો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને કંપનીના કર્મચારી નીલેશભાઈએ ચારેય સામે સિક્કા પોલીસમાં આઈપીસી કલમ ૪૦૯,૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવી હતી. ૬૬ કે.વી ટી.પી.એસ માં જુનીયર એન્જીનીયર અને તેની ટોળકી દ્વારા આચરવામાં આવેલ કૌભાડ ઉજાગર થતા સિક્કા પોલીસ દફતરના પીએસઆઈ સિસોદિયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here